Trending News
સ્થાનિક સમાચાર

અંજાર નગરપાલિકાનું કોમ્પલેક્ષ ભયજનક  છે ગમે ત્યારે દુર્ઘટના બની શકે

13 August

નગરપાલિકાની ઘોર બેદરકારી!



મોટી દુર્ઘટના પહેલા અંજાર નગરપાલિકા યોગ્ય પગલા ભરે કોમ્પલક્ષમાં વકીલો નોટરી દુકાનો હોવાના કારણે હજારો લોકોની અવર - જવર : પાલિકાના કોમ્પ્લેક્ષમાં એક નોટરીની ઓફીસમાં છતનો ભાગ પડતા લેપટોપ અને કોમ્પ્યુટર તૂટી ગયેલ અને નોટરીને ઈજા પણ થયેલ


અંજાર - કચ્છઉદય : નગર પાલિકાનું કોમ્પ્લેક્ષ મામલતદાર કચેરી સામે આવેલ છે જેમાં ૩૦થી ૪૦ દુકાનો તેમજ ૩૦થી ૪૦ ઓફિસઓ આવેલ છે. આ બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત અને ભયજનક છે. ગમે ત્યારે મોટી હોનારતની ઘટના બને તેમ છે. કોમ્પ્લેક્ષમાં અંજારના ૭૦% વકીલો અને નોટરીની ઓફેસઓ આવેલ છે. જેથી લોકોની અવર - જવર પણ ખૂબ જ રહેતી હોય છે. ત્યારે આ કોમ્પ્લેક્ષમાં જવું ખૂબ જ જોખમકારક છે. અને આ બિલ્ડીંગના છતમાંથી દરરોજ 
પથી ૬ જગ્યાએ મોટા મોટા પોપડા પડી રહેલ છે. જે ગમે ત્યારે કોઈની જીવ લઈ લે તેમ છે.ખખડધજ બીલ્ડીંગના રીપેરીંગ માટે અથવા સુરક્ષિત કરવા માટે દુકાનદારો અને વકીલોએ અવાર - નવાર નગર પાલિકાને જાણ કરેલ છે. પરંતુ નગરપાલિકા ખૂબ જ બેદરકાર ભર્યું વલણ દાખવી મોટી દુર્ઘટનાની રાહ જુએ છે. હાલમાં જ એક નોટરીની ઓફિસમાં છતનો ભાગ પડતા તેના લેપટોપ અને કોમ્પ્યુટર તૂટી ગયેલ અને ૩૦થી ૪૦ હજારનું નુકસાન થયેલ છે નોટરીને પણ ઇજા થયેલ છે. કોમ્પ્લેક્ષમાં દિવસ દરમિયાન હજારો લોકો અવર-જવર કરે છે. ત્યારે મોટી દુર્ઘટના બની શકે છે.આ બાબતથી નગરપાલિકા વાકેફ હોવા છતાં પણ ગંભીર નથી ખરેખર તો આ બિલ્ડોગની નિષ્ણાતો મારફતે તપાસ કરાવવી જોઈએ બિલ્ડિંગનું મજબૂતીકરણ યોગ્ય છે કે કેમ? હવે કોઈ પણ ઘટના બનશે તો તેની જવાબદારી અંજાર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની રહેશે. જર્જરીત બિલ્ડીંગની તપાસ કચ્છ કલેકટર પણ કરાવે અને જરૂરી પગલાં ભરવા માટે નગરપાલિકાને આદેશ કરે તે જરૂરી છે. કોમ્પ્લેક્ષમાં જાહેર મુતરડીઓ પણ હંમેશા ગંદકીથી ખદબદે છે. જેની સફાઈ પણ નિયમિત થવી જોઈએ તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલની યાદીમાં
જણાવ્યું છે.

Comments

COMMENT / REPLY FROM