શું કંડલાના નાપાક ખજૂરકાંડની તપાસમાં માસ્ટર માઇન્ડ વચેટિયાને બચાવી લેવાયો?
વેેપારી જેલભેગો થયો, સૂત્રધાર ફોલ્ડરિયો બેફામ : શું સમગ્ર કેસ પર પડી ગયો પડદો?
સૂત્રધાર ફોલ્ડરિયો ભાડુઆતી ગાંધીધામની કઈ આલીશાન હોટેલમાં કસ્ટમના એક અધિકારીની ફેરવેલ પાર્ટીમાં ઉછળકુદ કરતો ડોકાયો?
ગાંધીધામ : કંડલા પોર્ટ પરથી સામે આવેલા ચર્ચાસસ્પદ અને અંદાજે રૂ. ૩ કરોડના ‘નાપાક ખજૂરકાંડ’ની તપાસ શરૂઆતમાં ભારે ધમાધમાટ સાથે આગળ વધી હતી. પરંતુ, આ કૌભાંડમાં સ્થાનિક એક
વેપારીની ધરપકડ કરી તેને જેલભેગો ધકેલી દીધા બાદ હવે સમગ્ર કેસનું ફીંડલું વાળી દેવાયું હોય તેમ તપાસ તદ્દન ઠંડી પડી ગઈ હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ ગણાતો ગાંધીધામનો એક લોકલ ભાડુઆતી ફોલ્ડરિયોતપાસનીશ એજન્સીઓના રડારમાંથી ગાયબ થઈ ગયો છે અને ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ બાબતે જાણકારોમાં જામેલી ચર્ચાઓ અનુસાર જ્યારે રૂ. ૩ કરોડનો નાપાક ખજૂરકાંડ પ્રકાશમાં આવ્યો ત્યારે જ આ વચેટિયા ફોલ્ડરિયાને તપાસનીશ એજન્સીએ ઉઠાવ્યો હતો. પરંતુ તેને માત્ર બે-ચાર કલાક પૂછપરછ માટે બેસાડીને કોઈ અગમ્ય કારણોસર સોસરો છોડી દેવાયો હતો. કેસની તમામ મુખ્ય કડીઓ અને ગોઠવણો આ ફોલ્ડરિયા હસ્તક જ થઈ હોવાની ચર્ચા છતાં, એજન્સીઓએ ગાંધીધામના વેપારી પર જ બધો દોષનો ટોપલો ઢોળી દઈ તેને જેલમાં ધકેલી દીધો અને વચેટિયાને એક પ્રકારે ‘ક્લીનચીટ’ આપી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ એવો આ વચેટીયો ભાડુઆતી ફોલ્ડરીયો ન માત્ર આબાદ ફરી રહ્યો છે પરંતુ હવે ઠેર ઠેર બધાયને ડંફાસો મારીને કહેતો ફરી રહ્યો છે કે, આપણી ઉપર સુધી ઘણી પહોચ છે, કોઈને કઈ કામ હોય તો કહેજો કરાવી આપીશ. જેલથી બચી ગયેલો આ વચેટિયા ફોલ્ડરિયો હવે વધુ છાકટો બન્યો છે. એકતરફ તપાસનીશ એજન્સીઓ હજુ તપાસ ચાલુ હોવાના દાવા કરી રહી છે, તો બીજીતરફ આ વચેટિયો બજારમાં અને અધિકારીઓના વર્તુળમાં એવું કહેતો ફરી રહ્યો છે કે, આપણા બધાય અધિકારીઓ સાથે સારા સેટિંગ છે, કઈ કામકાજ હોય તો કહેજો! આપણો તો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. હમણાં જ ખજૂરકાંડ હતું, આખેઆખું આપણે જ ગોઠવી આપ્યું હતું, છતાં પણ આપણે તો હેમખેમ સોસરા નીકળી ગયા.
.............
હોટેલના ઝ્રઝ્ર્ફ ચકાસાય તો આ વચેટીયા સાથે ઘરોબો ધરાવતા ચહેરાઓ ખુલ્લા પડે
ગાંધીધામ : અ વચેટીયાનો બકવાસ તાજેતરમાં જ ગાંધીધામના શિણાય રોડ પર આવેલી એક આલીશાન ખાનગી હોટેલમાં સંભળાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ કસ્ટમ વિભાગના એક પુર્વ છઝ્ર (આસિસ્ટન્ટ કમિશનર) કક્ષાના ઉચ્ચ અધિકારીની ભવ્ય નિવૃત્તિ/વિદાયમાન (ફેરવેલ) પાર્ટી યોજાઈ હતી. આ હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં આ ચર્ચાસસ્પદ વચેટિયો ફોલ્ડરિયો પણ મગરૂબીથી હાજર જોવા મળ્યો હતો. તે માત્ર હાજર જ નહોતો, પરંતુ કસ્ટમના વિવિધ અધિકારીઓ સાથે હસતો-રમતો અને ગાંધીધામ સંકુલના નામી-અનામી તેમજ અગાઉ વિવાદોમાં રહી ચૂકેલા શંકાસ્પદ ચહેરાઓ સાથે કલાકો સુધી બેઠકો કરતો દેખાયો હતો. એકતરફ એજન્સી તપાલ ચાલી રહી હોવાની દાવા કરી રહી છે અને બીજીબાજુ મુખ્ય સુત્રધાર સમાન આ વચેટીયો કહેતો ફરી રહ્યો છે કે, આપણા બધાય અધિકારીઓ સાથે સારૂ સેટીંગ છે, કાઈ કામ કાજ હોય તો કહેજો, આપણો તો કોઈ વાળ પણ વાંકો કરે એમ નથી, હમણા જ ખજુરકાંડ હતુ, આખેઆખુ આપણે ગોઠવી આપ્યુ હતુ, છતા પણ સોસરા અને હેમખેમ જ નીકળી ગયુ છે. આ વચેટીયા ફોલ્ડરીયાની આવી વાતો તાજેતરમાં જ તેની કંડલાના એક અધિકારીની ફેરવેલ પાર્ટીમાં સંભળતી હોવાનુ ચર્ચાય છે
ગાંધીધામ સંકુલમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જો કંડલાના કસ્ટમના અધિકારીની ફેરવેલ પાર્ટી જે હોટેલમાં યોજાઈ હતી, તે હોટેલ અને તેના રૂમ/હોલના એ સમયના ઝ્રઝ્ર્ફ ફૂટેજ ઊંડાણપૂર્વક ચકાસવામાં આવે, તો આ વચેટિયો ફોલ્ડરિયો કોની કોની સાથે બેઠો હતો, કોની સાથે કેવા મૂડમાં વાતો કરી રહ્યો હતો અને કયા કયા અધિકારીઓ કે એજન્સીના માણસો સાથે તેનો ગાઢ ઘરોબો છે તે તમામ બાબતો પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.નાપાક ખજૂરકાંડ જેવા દેશની સુરક્ષા અને મહેસૂલ સાથે જોડાયેલા ગંભીર કૌભાંડમાં મુખ્ય માસ્ટર માઇન્ડ વચેટિયાને આ રીતે આબાદ બચાવી લેવાયો હોય તેવા દ્રશ્યો સર્જાતાં હવે તપાસનીશ એજન્સીઓની નિષ્ઠા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Comments