સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા ખૂલ જા સીમસીમ ગેમ-શોનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : સંસ્કારનગર મહિલા મંડળ - ભુજના પ્રમુખ માલતીબેન એમ. પલણના નેતૃત્વ હેઠળ ખૂલ જા સીમસીમ ગેમ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશાબેન શાહ દ્વારા આ ખૂલ જા સીમસીમ ગેમ રમાડવામાં આવી હતી, જેમાં ૬૧ બહેનોએ ભાગ લીધો હતો. બધા સ્પર્ધકોને ગિફટ અપાઈ હતી. અલગ - અલગ રાઉન્ડનો આનંદ ઓડિયન્સ બહેનોએ પણ ઉઠાવ્યો હતો. બહેનો વચ્ચે ૧૦ લક્કી ડ્રો કાઢી ગિફટ આપવામાં આવી હતી. મંડળના મંત્રી દિપાબેન સલાટ, ખજાનચી અલ્પાબેન ઠક્કર તથા સલહકાર બહેનો અને કારોબારીના સાથ-સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
------------

Comments