Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

12 August



ભુજ - કચ્છઉદય : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસની ભુજ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રસીકરણ કાર્યક્રમ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન અને જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં સર્વાઈકલ કેન્સરના બચાવ અર્થે એચપીવી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થીનીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. સર્વાઈકલ કેન્સર સામે જાગૃતિ સાથે આ કેન્સરથી બચવા માટે રસીકરણના ફાયદાઓ અંગે નિષ્ણાંત તબીબ ડો.અપેક્ષાબેને વિદ્યાર્થીનીઓને સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી પારસબા જાડેજા, મહામંત્રી રસીકબા જાડેજા, ભુજ શહેર ભાજપ મહિલા પ્રમુખ નીતાબેન ઠક્કર, ઉપપ્રમુખ મીનાબેન બોરીચા, ઉપપ્રમુખ ગીતાબેન સલાટ, ભાજપ મહિલા સંગઠનના રચનાબેન શાહ, બિંદીબેન ભટ્ટી તેમજ મહિલા મંડળના બહેનો, હાઈસ્કુલના શિક્ષિકાઓ વગેરે જોડાયા હતા. 
--------

Comments

COMMENT / REPLY FROM