Trending News
સ્થાનિક સમાચાર

ટીમ ગાંધીધામ મનપાની મુખ્યમંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત

12 August



ઔદ્યોગિક નગરી ગાંધીધામ સંકુલને સનિષ્ઠ અધિકારીગણ, મહેકમ અને સરકારી ગ્રાન્ટ્‌સ ફાળવવા બદલ મહાનગરપાલિકાની ટીમે મુખ્યમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કર્યો ઋણાનુભાવ

 ગાંધીધામઃ ઔદ્યોગિક નગરી ગાંધીધામ મનપાના હોદ્દેદારોની એક ટીમે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન મહેશ્વરીધારાસભ્ય માલતીબેન, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી તેજશભાઈ શેઠ, નવીનભાઈ ઝરૂ, ભરતભાઈ મીરાણી સહિતના પ્રજાનિધિઓ અને અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવી ગઠિત મહાનગરપાલિકાના સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર દ્વારા અનુભવી તથા સનિષ્ઠ અધિકારીઓનું મહેકમ પૂરૂં પાડવા તેમજ સંકુલના વિકાસ કાર્યો અને વિવિધ જનહિતકારી યોજનાઓ માટે પૂરતી ગ્રાન્ટ્‌સ ફાળવવા બદલ ગાંધીધામ મનપાની ટીમે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે હૃદયપૂર્વકનો ઋણાનુભાવ વ્યક્ત કર્યો હતો.મુલાકાત દરમિયાન ગાંધીધામ સંકુલના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અંગે પણ સકારાત્મક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM