Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં ભુખી નદીના પટમાં ‘નવસર્જન’ના નામે  પર્યાવરણ - વન્યજીવોના આવાસને મોટું નુકસાન

12 August

ગ્રા.પં.ના પૂર્વ સદસ્યની જાગૃતી આવકારદાયક, અન્યો મેળવે બોધપાઠ



નદીમાંથી અનધિકૃત રીતે સફેદ રેતી અને ખનીજોનું ખોદકામ થતુ હોવાની ફરીયાદ : કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદારને લેખિતમાં રજુઆત

ફરીયાદની તપાસ કરાવી અને ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરીશું : શ્રીમતી કલ્પનાબેન (મામલતદારશ્રી મુંદરા)

સિચાઈ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન વિભાગ અને સ્થાનિક પંચાયતો પાસેથી જરૂરી પર્યાવરણીય કે સરકારી મંજૂરીઓ મેળવવામાં આવી છે કે નહીં? કરો તપાસ


મુંદરાઃમુંદરા તાલુકાના વાંકી ગામથી મુંદરા સુધીના ૧૪ જેટલા ગામોમાંથી પસાર થતી ભુખી નદીના વિસ્તારમાં કંડલા પોર્ટ દ્વારા ફાળવવામાં આવેલ ઝ્રજીઇ ફંડમાંથી એક એનજીઓ (દ્ગર્ય્ં) દ્વારા “ભુખી નદી નવસર્જન” અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ કામગીરી દરમિયાન નદીના પટ વિસ્તારમાં સદીઓથી અસ્તિત્વમાં રહેલા કુદરતી વન-વગડાનો વિનાશ, વન્યપ્રાણીઓના આવાસનો નાશ તથા નદીમાંથી અનધિકૃત રીતે સફેદ રેતી અને ખનીજોનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મુંદરા ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય ભરત કાનજીભાઈ પાતારીયા દ્વારા મુંદરાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વાંકીથી મુંદરા સુધીના સીમાડામાં આવેલી નદી અને આસપાસના વિસ્તારમાં રોઝડા, શિયાળ, સસલા અને મોર જેવા અનેક વન્યજીવોનો કુદરતી વસવાટ છે. નવસર્જનના નામે થઈ રહેલા કામથી આ કુદરતી આવાસનો વિનાશ થઈ રહ્યો છે, જે પર્યાવરણીય સંતુલન માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ અંગે અગાઉ મામલતદાર કચેરી તેમજ વન વિભાગ (જંગલ ખાતા)માં પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.વધુમાં, આવેદનપત્રમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રકારની કામગીરી માટે સિંચાઈ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન વિભાગ અને સ્થાનિક પંચાયતો પાસેથી જરૂરી પર્યાવરણીય કે સરકારી મંજૂરીઓ મેળવવામાં આવી છે કે નહીં તેની ત્વરિત તપાસ થવી જોઈએ. જો મંજૂરી વગર કે અધૂરી મંજૂરી સાથે આ કામ ચાલી રહ્યું હોય તો તે કાયદાનો ભંગ છે.આ ઉપરાંત, નદીના પટમાંથી નીકળતી સફેદ રેતી અને અન્ય ખનીજોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે પણ તપાસ કરી, પર્યાવરણ તથા નદીના પ્રવાહને નુકસાન પહોંચાડતી આ અનધિકૃત પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવી કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવા માંગ ભરતભાઈ પાતારીયા દ્વારા મુંદરા મામલતદારને કરવામાં આવેલી લેખિત રજુઆતમા કરાઈ છે. આ સંદર્ભે મુંદરાના મામલતદાર શ્રીમતી કલ્પનાબેન સાથે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી કક્ષાએ સમયાંતરે અલગ અલગ સ્થળોએ તપાસ કરવામા આવતી જ હોય છે અને કાર્યવાહી કરી અને ખાણખનિજ વિભાગને સુપરત કરતા હોઈએ છીએ, ભુખી નદીને લઈને કોઈ સીધી ફરીયાદ ધ્યાને નથી, છતા પણ આવેલી ફરીયાદ પર ધ્યાન આપી અને ખરાઈ કરાવીશુ અને ધોરણસરની થતી કાર્યવાહી ચોકકસથી કરાશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

Comments

COMMENT / REPLY FROM