ભચાઉમાં હત્યાના ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ભચાઉ પોલીસની કાર્યવાહી
ભચાઉ : ભચાઉ પોલીસ મથકે તા. ૧૧ ઓગસ્ટના નોંધાયેલા હત્યાના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. BNS કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીની શોધખોળ માટે ભચાઉ પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન રમેશ બળવંતસિંહ બારીયા (ઉ.વ.૩૩), હાલ રહે. આમરડી, તા. ભચાઉ અને મૂળ રહે. મોરવા હડફ, જી. પંચમહાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments