Trending News
સ્થાનિક સમાચાર

દશામાના વ્રતનો પ્રારંભ : મૂર્તિ ખરીદી માટે બજારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ

11 August



ભુજ - કચ્છઉદય : હિન્દુ ધર્મના પવિત્ર અને આસ્થાના પ્રતિક સમાન દશામાના વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને માઈભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં મહિલાઓ મા દશામાની પૂજા-અર્ચના કરી નવરાત્રિની જેમ ઉપવાસ રાખતી હોય છે. વ્રતની પૂર્વસંધ્યાએ ભુજના વિવિધ બજારોમાં દશામાની મૂર્તિઓની ખરીદી માટે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.
વેપારીઓ દ્વારા મા દશામાની વિવિધ આકાર અને આકર્ષક ડિઝાઇનની મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વર્ષે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતાં પ્લાસ્ટર ઓફ પેરિસની સરખામણીએ માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધુ જોવા મળી રહી છે. બજારમાં માટીની મૂર્તિઓ રૂ. ૫૦૦ થી રૂ. ૨,૦૦૦ સુધી, જ્યારે પીઓપી ની મૂર્તિઓ રૂ. ૧૦૦ થી રૂ. ૫૦૦ સુધીના ભાવે વેચાઈ રહી છે. કાચા માલની કિંમત અને કારીગરોના મજૂરી ખર્ચમાં વધારો થવાના કારણે આ વર્ષે મૂર્તિઓના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૧૫ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM