વિજયભાઈ છેડા તથા તેમની પુત્રીઓ દ્વારા ૨૯ જરૂરિયાતમંદ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરાયું
બિદડા - કચ્છઉદય : ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની મુશ્કેલીના સમયે તેમની પડખે ઊભા રહી માનવતાની સેવા કરવાના ઉમદા હેતુથી વિજયભાઈ છેડા અને એમના પરિવાર દ્વારા ૨૯ જરૂરિયાતમંદ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિજયભાઈ છેડા દ્વારા પલવી શિશીર કુદવા, સોનિયા છેડા તથા ડૉ. બેલા છેડાના સહયોગથી આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. વરસાદની ઋતુ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમના રહેઠાણમાં વરસાદના કારણે મુશ્કેલી ન પડે તથા તેમના પરિવારને સુરક્ષા મળી રહે તેવા માનવતાવાદી હેતુથી તાલપત્રી આપવામાં આવી હતી.
આ સેવાકાર્યથી ૨૯ પરિવારોને વરસાદની ઋતુમાં ખૂબ જ ઉપયોગી સહાય મળી હતી. તાલપત્રી પ્રાપ્ત કરનાર લાભાર્થી પરિવારોએ શ્રી છેડા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જરૂરિયાતમંદ પરિવારોની જરૂરિયાતને સમજીને કોઈપણ અપેક્ષા વિના વ્યક્તિગત રીતે કરવામાં આવેલી આ સેવા માનવતા, કરુણા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગને મુશ્કેલીના સમયે મદદરૂપ થવાની આ ભાવના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહે છે.
-----

Comments