Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

11 August



ભુજ - કચ્છઉદય : મચ્છુ જળ હોનારતની વર્ષીએ જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓને ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આરંભે સંસ્થાના દર્શકભાઈ અંતાણી, અંકિતા ધોકાઈ, રાજુલાબેન શાહ, રામુબેન પટેલ, માલશ્રીબેન ગઢવી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, નયનભાઈ શુક્લ વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. દરમિયાન મોરબી જળ હોનારતમાં અવસાન પામેલાઓની યાદમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને કપડાંઓનું વિતરણ કરવામાં તેમજ અલ્પાહાર કરાવાયો હતો, જે માટે રજપૂત સમાજના અગ્રણી અને જાણીતા દાતા જટુભાઇ ડુડીયા તરફથી સહયોગ સાંપડ્યો હતો.
------

Comments

COMMENT / REPLY FROM