સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓનો વોલીબોલમાં સપાટો
૧૪, ૧૭ અને ૧૯ ત્રણેય મોરચે ઝળહળતી જીત
ભુજ - કચ્છઉદય : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ - ભુજ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન ભુજ ખાતે કરાયું હતુ, જેમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ એમ ત્રણેય વિભાગમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દિકરીઓ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે, જે હવે રાજ્યક્ષાએ કચ્છ જીલ્લાનું પ્રતિનિધત્વ કરશે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
-----

Comments