નવનિયુક્ત વિદ્યુત નિરીક્ષકનું ભુજ કચેરી ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના આદેશાનુસાર બઢતી મેળવીને ભુજ ખાતે બદલી પામેલા નવનિયુક્ત વિદ્યુત નિરીક્ષક ડી.એન.પટેલે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ભાવનગર કચેરી ખાતે સહાયક વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ડી.એન.પટેલની વિદ્યુત નિરીક્ષક તરીકે બઢતી થતાં, તેઓની બદલી બહુમાળી ભવન, ભુજ સ્થિત વિદ્યુત નિરીક્ષકની કચેરી ખાતે કરવામાં આવી છે, જે અન્વયેએ મંગળવારના રોજ કચેરી સમય પહેલાં જ ભુજ વિદ્યુત નિરીક્ષાલય ખાતે ઉપસ્થિત થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આ પ્રસંગે ભુજ કચેરીના સહાયક વિદ્યુત નિરીક્ષક કે.એમ.પરમાર, વાય.કે.કુંડારીયા તેમજ સ્ટાફ સભ્યો આર.પી.રાજદે, એમ.આઈ.બાયડ, વિષ્ણુભાઈ રાજપૂત, ગોવિંદભાઈ ધોરીયા તથા કામિનીબેન ગોર સહિત કચેરીના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા નવનિયુક્ત અધિકારીને ગુલાબના પુષ્પગુચ્છ અર્પણ કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. કચેરીના તમામ કર્મચારીઓએ શ્રી પટેલના બહોળા અનુભવ અને કુશળ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કચેરીની કામગીરી વધુ વેગવંતી અને સક્ષમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, તેઓના આગામી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
----

Comments