આંગણવાડી કેન્દ્રોના બાંધકામ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને આઈસીડીએસ ટીમનું સન્માન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તથા આઈસીડીએસ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના બાંધકામ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીની પ્રશંસા કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન, સતત દેખરેખ અને સંકલનથી આંગણવાડી કેન્દ્રોના મકાન બાંધકામની કામગીરીને કામગીરીને વેગ મળ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ, જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં કુલ ૫૪ આંગણવાડી કેન્દ્રોનું નવીન બાંધકામ પૂર્ણ થયેલ છે તેમજ ૧૫૬ કેન્દ્રોનું બાંધકામ વિવિધ યોજના અંતર્ગત આયોજનમાં લેવાયેલ છે જ્યારે ૨૦૯ જેટલા આંગણવાડીમાં નવીનીકરણ તેમજ અપગ્રેડેશન કામગીરી, ૧૨૪ જેટલા આંગણવાડીમાં શૌચાલય બાંધકામ તેમજ ૧૩૫૨ જેટલા આંગણવાડીમાં નાનું-મોટું સ્મારકામ થકી આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને લાભાર્થીઓ માટેની માનવમૈત્રી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં નોંધપાત્ર કામગીરી થઈ છે. આ કામગીરી દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને બાળમૈત્રી પૂર્ણ બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીના દૂરંદેશી માર્ગદર્શન અને પરિણામલક્ષી અભિગમ તેમજ પ્રોગ્રામ ઓફિસર,આઈસીડીએસ ટીમની મહેનત અને સમર્પણથી આંગણવાડી બાંધકામના કામોને વેગ મળ્યો છે ત્યારે આ નોંધપાત્ર કામગીરી બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને આઈસીડીએસ ટીમને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને રાજ્ય કક્ષાએ બિરદાવતા મંત્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ સ્થાને, સચિવ વ કમિશનર સાહેબ મહિલા અને બાળ વિકાસ વિભાગ, કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવ માર્ગ અને મકાન વિભાગની ઉપસ્થિતિમા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તથા આઈસીડીએસ ટીમને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરી રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.
----------

Comments