ભુજમાં કારમાં બનાવેલા ચોરખાનામાંથી ૧.૬૮ લાખનો દારૂ પકડાયો
યુપીના બે શખ્સની અટકાયત કરાઈ : માલ લેનાર તરીકે નખત્રાણાના શખ્સનું નામ સામે આવ્યું
ભુજ - કચ્છઉદય : શહેરમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી કે શેખપીર તરફથી એક કાર આવે છે, જેમાં ચોરખાનામાં દારૂ છુપાવેલો છે. બાતમીના આધારે માધાપર હાઈવે પર વોચ ગોઠવીને ગાડી ઉભી રખાવતા ચોર ખાનામાંથી દારૂ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે ફોર વ્હીલર હોન્ડા સીટી નંબર જીજે.૦૧ એચઝેડ ર૧૩૮ માં ચોર ખાનુ બનાવી દારૂ ભરી શેખપીર તરફથી ભુજ તરફ આવતા હોવાની બાતમી આધારે ગાડી રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧રપ બોટલો અને ૩૭ કવાટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત ૧,૬૮,૧૦૯/- આંકવામાં આવી છે. ત્રણ લાખની ગાડી, ૧૦ હજારના બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે મુંળ રાજસ્થાનના હાલે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રહેતા મહેન્દ્રસિંઘ કનૈયાલાલ ડોઈ અને ક્રિષ્નાકુમાર ક્રિપાશંકર વિશ્વકર્માની અટક કરી હતી. જયારે માલ લેનાર તરીકે નખત્રાણાના નવલસિંહ જામસિંહ સોઢાનું નામ સામે આવ્યું હતું. એલસીબીએ માધાપર પોલીસમાં ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવ્યો છે.

Comments