Trending News
સ્થાનિક સમાચાર

જો ક્રોધ કાબૂમાં, તો આપણે સદા આબૂમાં : જૈનાચાર્ય  રશ્મિરત્નસૂરિ

10 August


ભુજ તપગચ્છ જૈન સંઘમાં બીજી રવિવારીય આધ્યાત્મિક જેન ઝી શિબિર સંપન્ન 


ભુજ - કચ્છઉદય : ભુજ તપગચ્છ જૈન સંઘમાં બીજી રવિવારીય આધ્યાત્મિક જેન ઝી શિબિરમાં “ટેક ઈટ ઈઝી માઈન્ડ કંટ્રોલ’’ વિષય પર પ્રવચન આપતા શ્રમણીગણનાયક જૈનાચાર્ય રશ્મિરત્ન સૂરિજીએ કહ્યું કે, ક્રોધ કરવાથી શરીર, મન અને આત્માને નુકશાન થાય છે. ક્રોધ કરવાથી પ્રીતિનો નાશ થાય છે. ક્રોધ એક પ્રકારની આગ છે. આગ જ્યાં પેદા થાય ત્યાં નુકશાન પહેલા કરે, પછી બાજુવાળા ને કરે. તેમ ક્રોધ કરનાર પોતે અશાંત રહે છે. જો ક્રોધ કાબૂમાં તો આપણે સદા આબૂમાં.
વધુમાં એમણે જણાવ્યું કે, મોઢામાં સુગર ફેક્ટરી રાખો, માથા પર આઇસ ફેક્ટરી રાખો. કર્જો થાય તેવું ખર્ચવું નહિ, રોગ થાય તેવું ખાવું નહિ અને ક્લેશ થાય તેવું બોલવું નહિ. દ્રૌપદીના વગર વિચાર્યે બોલેલા શબ્દોએ આખું મહાભારત ઉભુ થઈ ગયું. ક્રોધને રોકવા પ્રભુનું નામ લો, ઉંડો શ્વાસ લો, દંડનીતિ અપનાવો. પૂજ્ય ગુરુદેવની પ્રેરણા સ્વીકારી ગુસ્સો નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. ગુસ્સો થઈ જાય તો સામી વ્યક્તિને દંડ પેટે ૧૦ રૂપિયા આપવા.
બીજુ સેશન પંન્યાસ જિતરત્ન વિજયજીએ કર્મ વિજ્ઞાન પર લીધુ હતું. બપોરે ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ પર જાહેર પ્રવચન આપતા જૈનાચાર્યે જણાવ્યું કે, રામ બનવું સહેલુ નથી. રામ બનવા મનમાં વિવેક જોઇએ, જીવનમાં સંયમ જોઇએ, આંખમાં શરમ જોઇએ અને જીભમાં સંસ્કાર જોઇએ. સિદ્ધિતપના તમામ તપસ્વીઓએ ત્રીજી બારીના અઠ્ઠમના પચ્ચક્ખાણ લીધા હતા.
-----------

Comments

COMMENT / REPLY FROM