Trending News
ક્રાઈમ

કચ્છી યુવતી હેવાનિયત કાંડ : આરોપી ધર્મસિંહ પર પોલીસનું હાફ એન્કાઉન્ટર :પગમાં વાગી ગોળી

10 August

હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસ ફાયરિંગઃ ભાગવાનો પ્રયાસ કરતાં જ તાકી દીધી ગોળી, આરોપી બોલ્યો- ‘સાહેબ માફ કરી દો’


હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસ ફાયરિંગઃ ભાગવાનો પ્રયાસ કરતાં જ તાકી દીધી ગોળી, આરોપી બોલ્યો- ‘સાહેબ માફ કરી દો’ાીશાચી નરાધમની સામે વધુ એક ફરીયાદ દાખલ : પંચનામા વખતે પોલીસ અધિકારી રીવોલ્વર છીનવી નાસવાનો દાખલ થયો ગુનો : એફએસએલની ટીમે ફાયરીંગ વાળા સ્થળની લીધી જાત મુલાકાત


ગાંધીધામ - કચ્છ ઉદયઃ મહાનગરના આનંદનગર વિસ્તારમાં કચ્છી યુવતી સાથે હેવાનિયત આચરવાના ચકચારી કાંડમાં પોલીસે આરોપી સામે સખત કાર્યવાહી કરી છે. ટેરેસ પર યુવતી સાથે જઘન્ય કૃત્ય આચરનાર આરોપી ધર્મસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરતા વાતાવરણ ગરમાયું હતું. આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરી ફરાર થવાની કોશિશ કરતા પોલીસે આત્મરક્ષણ અને સ્વબચાવમાં જવાબી ગોળીબાર કરવો પડ્યો હતો. તપાસની કાર્યવાહી દરમિયાન આરોપી ધર્મસિંહે અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે 
પોલીસે ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે ઈજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડ્યો હતો.પોલીસની આ કડક જવાબી કાર્યવાહીથી ગભરાઈ ગયેલો નરાધમ કરગરવા લાગ્યો હતો અને “માફ કરી દો સાહેબ, આગળથી એવું નહીં કરું, એક વાર માફ કરી દો” કહીને દયાની ભીખ માંગવા લાગ્યો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા આરોપી તથા હુમલામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી બંનેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કચ્છી યુવતી સાથે હેવાનિયત આચરનાર આ આરોપી સામે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


.....



 

Comments

COMMENT / REPLY FROM