આદિપુર GIDC પાછળ બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો
રૂ. ૨.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત
આદિપુર : GIDC પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આદિપુર પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા અને ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ દરોડા દરમિયાન ૭ જુગારીઓ રોકડા રૂ. ૨૦,૪૦૦, ગંજીપાના અને ૫ મોટરસાઈકલ (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/-) મિલિને કુલ રૂ. ૨,૨૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે એક આરોપી (હીરો સ્પ્લેન્ડર નં. GJ-39-K-9507 નો ચાલક) પોલીસને જોઈને વાહન મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ પકડાયેલ આરોપી નરેશ રતન મકવાણા અગાઉ પણ આદિપુર પો.સ્ટે.માં ત્રણ જુગારના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. ASI વિરેન્દ્રસિંહ ધરમેન્દ્રસિંહ અને ASI ભરતભાઇ ભીખાભાઇએ જુગારધારા કલમ-૧૨ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
........
ઝડપાયેલા આરોપીઓ
સાવન સોમનાથ નાથબાવા, સંતોષકુમાર કારૂમંડલ કુર્મી, મહેશકુમાર મનિષકુમાર મહંતો, નરેશ રતન મકવાણા, સિપીનકુમાર અનુજરામ કહાર, સુનિલ છગનભાઇ વાલ્મીકી, કરમવીર જલંઘર મહંતો.
.......

Comments