Trending News
સ્થાનિક સમાચાર

કંડલા ખજૂર દાણચોરી કાંડ : પવન તો માત્ર ‘હાથો’ બન્યો, ખરો  ખેલાડી તો CHA નીકળશે! DRI કેમ સીએચએના રિમાન્ડ નથી લેતી?

10 August





ગાંધીધામના વેપારીને જેલભેગો કરી દેવાયો પણ મૂળ કડી સમાન CHA ને બોલાવીને ઓપચારિક પૂછપરછ બાદ છોડી મુકાયાનો ગંભીર આક્ષેપ : મુંબઈનું લાઈસન્સ ભાડે રાખીને મુંદરા-કંડલામાં મિસડિકલેરેશનથી પાકિસ્તાની ખજૂર ઘુસાડવાનો મોટો ખેલ!


ગાંધીધામ : કંડલા પોર્ટ પરથી ઝડપાયેલા રૂ. ૩ કરોડના પાકિસ્તાની મૂળના દાણચોરીયુક્ત ખજૂરના વિશાળ જથ્થાના પ્રકરણમાં દિન-પ્રતિદિન નવા વિસ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. આ કૌભાંડમાં એજન્સીએ ગાંધીધામના વેપારી પવનની અટકાયત કરી પૂછપરછ બાદ તેને જેલભેગો કરી દીધો છે. 
પરંતુ સ્થાનિક વેપાર વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, પવન તો માત્ર એક ’હાથો’ બન્યો છે, જ્યારે આ કૌભાંડનો અસલી માસ્ટરમાઇન્ડ તો CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) હોવાનું સામે આવી રહ્યું છે. છતાં પણ DRI દ્વારા આ CHA ના કડક રિમાન્ડ લેવાને બદલે માત્ર ચાર-પાંચ દિવસ પહેલાં ઓપચારિક પૂછપરછ કરી મુક્ત કરી દેવામાં આવતાં તપાસ એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.કંડલામાથી ત્રણ કરોડનું ખજુર પકડાયુ, દાણચોરીયુકત, તેમાં ગાંધીધામના એક વેપારીને એજન્સીએ ઉઠાવી પુછતાછ કરી અને જેલે ભેેગા કરી દીધો છે જયારે કે તે તો માત્ર હાથો જ  બની ગયો હોય તેવી સ્થિતીની ચર્ચાઓ થાય છે. હકીકતમાં તો આ પ્રકરણના જો મુળીયા ઉલેચવા હોય તો સૌ પ્રથમ તો સીએચએને જ દબોચો. તેના જ  કડક પુછાણા લે. અહીથી ડીઆરઆઈએ આ સીએચએને તો ચાર પાંચ દીવસ પહેલા બેાલાવી ઔપચારીક પુછતાછ કરી અને જવા દીધો છે. એટલે છોડી મુકયો છે. 
કહેવાય છે કે ,આ સીએચએએ મુંબઈના કોઈ પાસેથી લાયસન્સ ભાડે લીધેલુ છે, અને આ ધંધાઓ કરી રહ્યો છે. પાકીસ્તાની આરેજીનીટ ખજુર કરોડોના લાવ્યો છે તે કન્સાઈનમેન્ટ કોઈ પહેલી વહેલી વાર નથી લાવ્યો, આ પહેલા પણ તે આવા કારનામાઓ કરતો રહ્યો હોવાની ચર્ચા છે. ન માત્ર કંડલા પરંતુ મુંદરામાં પણ આ પ્રકરણનો સીએચએ ખજુર અને અખબારોટ સહિતનું મિસડીકલેરશન કરીને ઘુસાડતો રહ્યો હોવાની ચર્ચા છે. 


..........


કંડલા DRI નું રૂ. ૩ કરોડનું ખજૂર કૌભાંડ : દિલ્હીની ડમી 
કંપનીમાં નિર્દોષ મહિલા મિત્ર ને માલિક બનાવી કોણે ફસાવી?


ગાંધીધામના વેપારીએ કમાણીની લાલચ આપી મહિલાને મોહરું બનાવ્યા ચર્ચાઃ DRI ની તપાસનો ધમધમાટ



ગાંધીધામ : કંડલા પોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પકડાયેલા રૂ. ૩ કરોડના દાણચોરીના ખજૂર પ્રકરણમાં રોજ-બરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગાંધીધામના એક ચર્ચિત વેપારીનું નામ સામે આવ્યા બાદ એજન્સી દ્વારા તેની અટકાયત કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે આ સમગ્ર સ્મગલિંગ નેટવર્કમાં દિલ્હીની એક ડમી કંપની અને એક મોહરું બનેલી મહિલા મિત્રનો રોલ સામે આવતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.હવે આ સમગ્ર બાબતે ડ્ઢઇૈં જેવી સેન્ટ્રલ તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરે તો જ સામે આવશે કે દિલ્હીની પેઢી પાછળનો મુખ્ય સટ્ટોડિયો કોણ હતો અને નિર્દોષ મહિલાઓને મોહરું બનાવી કરોડોની કસ્ટમ ચોરી આચરતા આ ગિરોહના તાર ક્યાં સુધી જોડાયેલા છે.?

.........


દિલ્હીનું સરનામું ડમી નીકળ્યું : કાગળ પર મહિલા બની માલિક

ગાંધીધામ : DRi ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કંડલાથી પકડાયેલો કરોડો રૂપિયાનો આ ખજૂરનો જથ્થો દિલ્હીની જે 
પેઢી કે પાર્ટીના નામે મોકલવાનો દર્શાવાયો હતો, તે કંપની કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે અને તપાસ્ત સ્થળે ડમી નીકળી છે. જોકે, આ બોગસ કંપની અને તેની જગ્યાની માલિક તરીકે એક મહિલાનું નામ સપાટી પર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિલા સાવ નિર્દોષ છે અને તેને ષડયંત્રના ભાગરૂપે આગળ ધરી ફસાવી દેવામાં આવી છે.

........


DRi ની તપાસ આ દિશામાં લંબાય તે જરૂરી

ગાંધીધામ : વેપારી આલમમાં અત્યારે આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છેઃ
* દિલ્હીની આ ડમી કંપનીમાં કાગળ પર માલિક બનેલી મહિલા ખરેખર કોણ છે?
* સમગ્ર સ્મગલિંગ રેકેટ અને કસ્ટમ ડ્યુટી ચોરીમાં આ મહિલાની વાસ્તવિક ભૂમિકા કેટલી હતી?
* ગાંધીધામના વેપારી અને માલ મોકલનાર/ખરીદનાર મુખ્ય સુત્રધારો સાથે આ મહિલાના કેવા સંબંધો અને વ્યવહારો હતા?

..........


ભવિષ્યની મોટી આવકની લાલચ આપી ‘સ્ત્રી મિત્ર’ને કોને ફસાવી?

ગાંધીધામ : જાણકારો અને વેપારી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ખજૂર કાંડમાં સંકળાયેલા ગાંધીધામના આ વેપારી અથવા તેના સાગરીતોએ આ મહિલા મિત્રને કંપનીમાં માલિક બનાવવાનું મોટું ગાજર લટકાવ્યું હતું. વેપારીએ મહિલાને એવી લાલચ આપી હતી કે “તું મારી સાથે ભાગીદાર બની જા, કંપનીમાં તને માલિક બનાવી દઈએ તો ભવિષ્યમાં થનારી ધૂમ કમાણી અને કમિશનમાં તને કાયમી મજબૂત હિસ્સેદારી મળતી રહેશે.” નિર્દોષ મહિલા આ લાલચમાં આવી ગઈ અને હવે જ્યારે કરોડોની દાણચોરીનું કૌભાંડ એજન્સીના રડારમાં આવી ગયું છે, ત્યારે આખી જાળમાં તે સપડાઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે.

...........


જો CHA અને ખજુર ખરીદનારની ઉલટતપાસ થાય તો મોટા માથાના નામ ખુલે

ગાંધીધામ : ડીઆરઆઈએ સીએચએને છોડી મૂકવાને બદલે એ ઊંડી તપાસ કરવાની જરૂર હતી કે આ ખજૂરનો જથ્થો ક્યાં ઠલવાવાનો હતો અને તેનો આખરી ખરીદદાર કોણ હતો? માલ મેળવનાર પાર્ટી અને CHA - આ બંને જ સમગ્ર પ્રકરણની મૂળ કડી છે. જો એજન્સી આ બંનેની આમને-સામને રાખીને ક્રોસ વેરિફિકેશન કરે તો કંડલા-મુંદરાના આંતરરાષ્ટ્રીય દાણચોરી સિન્ડિકેટના તાર ખુલી શકે તેમ છે. આ ઉપરાંત સીએચએને કદાચ છોડી દીધો છે તો ડીઆરઆઈએ એટલુ તો તેનાથી જાણવાની જરૂર હતી કે , ખજુર જે ઠલવાયો છે તે જવાનો કયા હતો? ખરીદવાનું કોણ હતુ?ે જે પાર્ટી સુધી માલ જતો હતો તે અને સીએચએ આ બન્ને જ સમગ્ર પ્રકરણની મુળ કડી હોવાનુ સપષ્ટ જણાય છે. જો આ બન્ને અજેન્સીઓ ક્રોસ વેરફાઈ કરશે શોધીને તો સમગ્ર પ્રકરણના તાર ખુલવા પામી શકે તેવી સંભાવનાઓ દર્શાવાય છે.


.......


મુંબઈનું લાઈસન્સ ભાડે રાખીને ચાલે છે કાળા કારનામા!

ગાંધીધામ : સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચર્ચાસ્પદ સીએચએ મુંબઈના કોઈ વ્યક્તિ પાસેથી ભાડે લાઈસન્સ મેળવીને આ કારસો ચલાવી રહ્યો છે. પાકિસ્તાની ઓરિજિન ધરાવતી કરોડો રૂપિયાની ખજૂર ભારતમાં ઘુસાડવાનું આ પહેલું કન્સાઈનમેન્ટ નહોતું. આ CHA અગાઉ પણ કંડલા તેમજ મુંદરા પોર્ટ પરથી ખજૂર અને અખરોટ સહિતની ચીજવસ્તુઓનું ‘મિસડિકલેરેશન’ (ખોટી જાહેરાત) કરીને માલ ઘુસાડતો રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

........




 

Comments

COMMENT / REPLY FROM