રાપર નજીક ૩.૩ ની તીવ્રતાનો આંચકો
ભુજ - કચ્છ ઉદય : ભૂકંપ સંભવીત ઝોન - ૬ મા સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવતા રહે છે. રવિવારે બપોરે ૧ઃ૩૪ કલાકે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૩ મેગ્નેટ્યિૂડ અંકિત થઈ હતી. આ આંચકો રાપરથી ૧પ કિ.મી. દૂર પશ્ચિમ - દક્ષિણ દિશાએ અનુભવાયો હતો. જમીનથી ૧પ કિ.મી.ની ઉંડાઈએ આવેલા આંચકાથી આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. આ આંચકો ર૩.પ૬૩ અક્ષાંસ અને ૭૦.૪૯૦ રેખાંશ પર નોંધાયો હતો.

Comments