Trending News
ક્રાઈમ

૩૦ ટન પાવડરની આડમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી ૪,૦૯૨ બોટલ મળી

09 August



માળીયા ત્રણ રસ્તા પાસે ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજની કાર્યવાહી : દારૂ, ટ્રક સહિત રૂ.૧૯.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

ભુજ : શ્રાવણ માસને પગલે સરહદી રેન્જ હેઠળના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના વચ્ચે ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજની ટીમે મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તા નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કુલ ૪,૦૯૨ બોટલ, કિંમત રૂ.૯.૩૭ લાખ મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક અને પાવડરની બોરીઓ સહિત કુલ રૂ.૧૯.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજની ટીમે માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પર ઉભેલા આરજે ૫૨ જીએ ૨૪૬૪ નંબરના ટ્રકની તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં પ્લાસ્ટિકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલું હોવાનું જણાયું હતું. જોકે, બોરીઓની નીચે તપાસ કરતાં ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૪,૦૯૨ બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકના ચાલક સામે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાઓ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.  આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયાની સૂચના તથા ક્રાઇમ-૨ બોર્ડર રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. વાઘેલા તથા એએસઆઈ રસીકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ચાવડાએ કામગીરી કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM