Trending News
ક્રાઈમ

અમદાવાદમાં કચ્છની યુવતી પર હેવાનીયત : ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે ગુજાર્યો બળાત્કાર 

09 August



આરોપીએ ક્રૂરતાની હદ વટાવીને યુવતીના ગળામાં વાયર ભેરવી ટૂંપો આપી દીધો હતો અને તેને અસહાય બનાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

ધાબા પર લઈ જઈ વાયરથી બાંધી પટકીઃ દુષ્કર્મ આચર્યા બાદ યુવતી પર અત્યાચાર : માત્ર ૩ દિવસ પહેલાં જ નોકરીએ જોડાયો હતોઃ ઉત્તર પ્રદેશના આરોપી ધર્મસિંહની વહેલી સવારે ધરપકડ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ફાંસીની માંગ : નરાધમ સામે કડકમાં કડક પગલાં લેવા લોકોનો રોષ


ક્ચ્છના વાલીઓ માટે લાલબત્તી : બહારગામ અભ્યાસ કરતી દીકરીઓની સુરક્ષા સામે મોટો સવાલ



ગાંધીધામ : શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી આનંદનગર સોસાયટીના એક ફ્લેટમાં શિક્ષણ અર્થે રહેતી કચ્છની ૨૩ વર્ષીય યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. નરાધમે ગુનો આચર્યા બાદ યુવતીને વાયરથી બાંધીને પટકી દેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી લીધી છે.મળતી માહિતી મુજબ, મૂળ કચ્છની રહેવાસી અને ૨૩ વર્ષીય યુવતી અમદાવાદના વેજલપુર સ્થિત આનંદનગર સોસાયટીના એક ફ્લેટમાં અન્ય બે યુવતીઓ સાથે શેરિંગમાં રહીને ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી હતી. આ દરમિયાન સોસાયટીની સિક્યોરિટી એજન્સીમાં માત્ર ત્રણ દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલા મૂળ ઉત્તર પ્રદેશના સિક્યોરિટી ગાર્ડ ધર્મસિંહે યુવતીને ધાબા પર લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને વાયર વડે બાંધીને નીચે પટકી દીધી હતી.આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે વહેલી સવારે જ મુખ્ય આરોપી ધર્મસિંહની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાને પગલે સ્થાનિકો અને પીડિતાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને નરાધમ આરોપીને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. અમદાવાદ જેવા મહાનગરમાં અભ્યાસ કે નોકરી અર્થે પીજી અને ફ્લેટમાં રહેતી દીકરીઓની સલામતી સામે આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે, જે અન્ય વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા રોજ રાત્રે જમીને ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી. ગઈકાલે (૮ ઓગસ્ટ) રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો. આરોપી પહેલેથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું પણ કહેવાય છે.શરૂઆતમાં ધર્મસિંહે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની બીભત્સ માંગણી કરી હતી. યુવતીએ તેનો સખત ઇનકાર કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતી ધાબા પરથી નીચે ઉતરવા લાગી, ત્યારે આરોપીએ અચાનક પાછળથી હુમલો કરી દીધો. તેણે યુવતીના ગળે વાયર બાંધીને તેને નીચે પછાડી દીધી. ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી, યુવતીનું મોઢું દબાવીને એક કલાક સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં બેસીને નીચે ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV  કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસ કમિશનરના આદેશથી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું હોવા છતાં,PG  ના ધાબા પર બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. સ્થાનિક પોલીસ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને ક્રાઈમ બ્રાન્ચની ૧૦ થી વધુ ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી, બાતમી અને CCTV  ફૂટેજના આધારે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર છ-સાત દિવસ પહેલાં જ આ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો. આનંદનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી, કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.



 

Comments

COMMENT / REPLY FROM