ગાંધીધામની કઈ પ્રતિષ્ઠિત સંસ્થાનો બની બેઠેલો પ્રમુખ આવ્યો સાણસામાં?
DRI કંડલા ખજૂરકાંડ : અગાઉ અનેક કન્ટેઇનરો સરકી ગયાની આશંકા, ગાંધીધામનો શખ્સ જ મુખ્ય સૂત્રધાર હોવાની ચર્ચા
પાકીસ્તાનથી આવેલા કન્ટેનરોમાં ખજુર હશે તે કેમ સમજવું? તે કન્ટેનરમાં ડ્રગ્સ-દારૂગોળો કે હથિયાર પણ પાકીસ્તાનથી આવી શકે..આ તો પાકીસ્તાન છે, આપણને નુકસાન કરવાનુ કોઈ પણ બહાનુ મુકતો જ નથી તો આવા દેશદ્રોહીને માફ ન કરાય!સંકુલની પ્રતિષ્ઠીત સંસ્થા હજુ સુધી આ બની બેઠેલા શખ્સનુ પ્રમુખપદેથી રાજીનામું કેમ નથી લેતી? રાજીનામુ લેવુ જોઈએ અને કયા કારણોસર તેને પદભ્રષ્ટ કર્યો છે તેનો જાહેર ખુલાસો પણ સંસ્થાએ પોતાની સારી પ્રતિભાની છબી જાળવી રાખવા કરવો જોઈએ : પ્રબુદ્ધવર્ગનો ઈશારો : પાકીસ્તાનની આર્થિક કમર તોડવા કેન્દ્ર સરકાર દ્વરા લેવાયેલ કડક પગલા અને નીતીનો ભંગ કરી અને પાકીસ્તાનને જ મદદ કરનાર શખ્સને તો કોઈ પણ કાળે ન બક્ષવો જોઈએ : જો ગુનો-મિસડીકલેરેશન સાબિત થાય તો આ શખ્સની સામે દેશદ્રોહ-રાષ્ટ્રદ્રોહ તળે જ કરવી જોઈએ કડક લાલઆંખ
દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીધામ સુધી તપાસનો રેલો લંબાયો; તૂતીકોરીન પોર્ટની લિંક પણ કેન્દ્રીય એજન્સીઓએ આ કેસ સાથે જોડી હોવાનો વર્તારો
ગાંધીધામ : કંડલા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પકડાયેલા કરોડો રૂપિયાના ખજૂરકાંડમાં રોજેરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસનો રેલો હવે દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી ગાંધીધામ સુધી લંબાઈ ચૂક્યો છે. ચર્ચા મુજબ, ગાંધીધામની એક અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાનો બની બેઠેલો હોદ્દેદાર/પ્રમુખ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે એજન્સીઓના સાણસામાં આવી ગયો છે.
તપાસ એજન્સીઓના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, દક્ષિણ ભારતમાં આવેલા તૂતીકોરીન પોર્ટ પરથી અગાઉ ઝડપાયેલા ગેરકાયદે નેટવર્કની લિંક્સ પણ કંડલાના આ ખજૂરકાંડ સાથે જોડાયેલી હોવાનું કેન્દ્રીય તપાસ એજન્સીઓની રડારમાં આવ્યું છે. આ તમામ તાર એકબીજા સાથે જોડાયેલા હોવાનો વર્તારો સામે આવી રહ્યો છે.સ્થાનિક વેપારી અને કસ્ટમ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ગાંધીધામના આ શખ્સે પહેલીવાર નહીં પરંતુ અગાઉ પણ અનેક વખત આવી જ રીતે કીમતી માલસામાનથી ભરેલા કન્ટેઇનરો સગેવગે કરી દીધા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો તપાસ એજન્સીઓ ગાંધીધામના આ શખ્સ અને તેની સાથે જોડાયેલા સ્થાનિક નેટવર્કની કડક પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટો ધડાકો થવાની પૂરેપૂરી શક્યતા છે.
........................
સબલેટિંગનો ગુનો : CHA લાયસન્સ હંગામી નહીં કાયમી ધોરણે રદ કરો
ગાંધીધામ :કસ્ટમ્સના નિયમો અનુસાર કોઈપણ CHA પોતાનું લાયસન્સ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને ભાડે અથવા સબલેટિંગ પર આપી શકતું નથી. ખજૂર કાંડમાં મુંબઈના CHAદ્વારા આ સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં માત્ર એક-બે મહિના માટે હંગામી ધોરણે સસ્પેન્શન આપવાને બદલે આ CHA નું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવું જોઈએ અને સબલેટિંગનો ગુનો નોંધી DRI દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી અપીલ કરાઈ રહી છે.
....................
ભાડાના લાયસન્સ પર ચાલતી માયાજાળ : DRI કરશે કડક તપાસ?
ગાંધીધામ : તપાસના તાર દર્શાવે છે કે આ સમગ્ર કૌભાંડમાં વપરાયેલું CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) લાયસન્સ મુંબઈની એક મૂળ પાર્ટીનું છે. આ પાર્ટીએ પોતાનું લાયસન્સ અમદાવાદના એક શખ્સને ગેરકાયદેસર રીતે ભાડા પર આપી દીધું હતું. અમદાવાદના આ શખ્સે ગાંધીધામમાં બની બેઠેલા એક પ્રમુખનો સંપર્ક સાધીને ખજૂરની આયાતના નામે દાણચોરીનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું. હવે DRI દ્વારા આ લાયસન્સ હેઠળ ભૂતકાળમાં અન્ય કેટકેટલા કાળા કારોબાર અને કન્સાઈનમેન્ટ પાર પાડવામાં આવ્યા છે તે શામાં કડક તપાસ શરૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
..............
DRIદરોડા બાદ કસ્ટમ્સ-જીૈૈંંમ્ સામે સવાલો : SIIB લાયસન્સ કાયમી ધોરણે વિના વિલંબે કરો રદ
મુંબઈના CHA લાયસન્સનું ગેરકાયદે સબલેટિંગ કરી અમદાવાદ અને ગાંધીધામની સિન્ડિકેટે રચ્યો દાણચોરીનો કારસો : DRIની મોટી કાર્યવાહીઃ
સ્થાનિક કસ્ટમ્સ અને SIIB કામગીરી શંકાના ઘેરામાં
ગાંધીધામ : કંડલા બંદર પર ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવેલી સફળ કાર્યવાહીમાં રૂ. ૩ કરોડની કિંમતના ખજૂરની દાણચોરીનો પર્દાફાશ થતાં કંડલા કસ્ટમ્સ વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. ડ્ઢઇૈં ત્રાટકીને આટલું મોટું કૌભાંડ પકડી પાડે છે, ત્યારે કંડલા કસ્ટમ્સ અને તેની ખાસ તપાસ પાંખ એસઆઈઆઈબી (જીૈૈંંમ્ - સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) શું કરી રહી હતી તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કસ્ટમ્સના નાક નીચેથી આટલું મોટું કન્સાઈનમેન્ટ પસાર થઈ જાય ત્યાં સુધી તંત્રને ગંધ સુદ્ધાં ન આવી તે બાબત શંકાસ્પદ છે. અગાઉ પણ આવા કેટલા કન્સાઈનમેન્ટ ક્લિયર થઈ ગયા હશે તેની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
...................
કસ્ટમ સેટિંગ માટે મુંબઈની સીએચએ પાર્ટીનો લોકલ મેનેજર કોણ?
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે Custom House Agent (CHA) તરીકે કઈ એજન્સી ભૂમિકા ભજવી રહી હતી? જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મુંબઈની પાર્ટી ધરાવતી આ સીએચએ એજન્સીનો સ્થાનિક લેવલે ગાંધીધામમાં મેનેજર કે જવાબદાર વ્યક્તિ કોણ હતો, જેણે કસ્ટમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મોટું “સેટિંગ“ કરવાની જવાબદારી ઉપાડી હતી?

Comments