પાલનપરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતો જુગાર ઝડપાયોઃ રાપર પોલીસની રેડમાં ૪ ઝડપાયા
રૂ.૧૪,૩૦૦ રોકડા અને ૫૨ ગંજીપાના કબજે; બે શખ્સો નાસી છૂટ્યા, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો
રાપર : તાલુકાના પાલનપર ગામમાં જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાપર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ ઇન્સપેક્ટર આર.એલ. ખટાણાની સૂચનાથી હાથ ધરાયેલી કાર્યવાહીમાં મિલન જગદીશ કોલી, કાનજી જીવા કોલી, નવીન હાજા કોલી અને રમેશ તેજા કોલીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે વિપુલ તેજા કોલી અને માધવ હાજા કોલી નાસી ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ.૧૪,૩૦૦ રોકડા અને ૫૨ ગંજીપાના સહિત કુલ રૂ.૧૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ ઇન્સપેક્ટર આર.એલ. ખટાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments