Trending News
ક્રાઈમ

એસબીઆઈ બેંકના આસિ. મેનેજરની ઓળખ આપી ૩.૪પ લાખની ઠગાઈ

08 August


યોનો એપ્લીકેશન ચાલુ કરવાના નામે બેંક ખાતાની વિગતો મેળવી લેવાઈ 

ભુજ - કચ્છઉદય : છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ અને લૂટના બદલે હવે ઓનલાઈન લૂટફાટના બનાવો વધી રહ્યા છે. સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે મોટાભાગના કિસ્સાઓમાં અરજદારને પોતાની મૂળ રકમ મળતી નથી. આ વચ્ચે ભુજમાં વધુ એક ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે, જેમાં બેંકના નામે ઓળખ આપીને બેંકના કામો કરવાના નામે ૩.૪પ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. 
આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવ ર૯ જુલાઈથી પ ઓગષ્ટ દરમિયાન બન્યો હતો. ભુજના મુંદરા રોડ પર કોવાઈનગરની સામે આવેલ ઘનશ્યામનગરમાં રહેતા સુરેશભાઈ લાલજીભાઈ બિજલાણીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ યોનો એસબીઆઈ બેંકના આસિસટન્ટ મેનેજર તરીકેની ઓળખ આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાં યોનો એપ્લીકેશન ચાલુ કરવાના બહાને બેંક ખાતાની પર્સનલ વિગતો મેળવી લીધી હતી. અને ફરિયાદીના ખાતામાંથી ૩,૪પ,પ૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ઓનલાઈન ઠગાઈ થતાં બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્રણ અલગ અલગ મોબાઈલ નંબરના ધારકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. 

 

Comments

COMMENT / REPLY FROM