મા આશાપુરા વિદ્યાસંકુલમાં યોગસત્રની ઉજવણી
ભુજ - કચ્છઉદય : શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલનાં પ્રાંગણમાં ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક યોગ સત્રનું આયોજન સંસ્થાના ક્લાર્ક વિભાગના રશ્મિબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના વિદ્યાર્થીઓએ સમગ્રતાથી આ સત્રને માણ્યું હતું. મા આશાપુરાના સર્વે ટ્રસટીગણની પણ અદમ્ય ઈચ્છા છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને એ માટે જરૂરી તમામ પ્રયત્નો સંસ્થાના સ્ટાફમિત્રો દ્વારા થાય.
વિદ્યાર્થીઓને સુક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, મુદ્રા, એક્યુપ્રેશર સારવાર, શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા, તાળી દ્વારા એક્યુપ્રેશર સારવાર, યોગિક જોગીંગ, સૂર્ય નમસ્કાર, શરીર વિજ્ઞાન વિશેની માહિતી તેમજ યોગ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કેમ થાય તે અંગેનું વક્તવ્ય રશ્મિ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધી આ યોગનાં અષ્ટાંગ વિશેની વિસ્તૃત સમજૂતી આપી હતી. આહારમાં જંકફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાવા અંગેની ભલામણ કરી હતી. રશ્મિબેન વ્યાસે વિદ્યાર્થીઓ ફક્ત ભણતર દ્વારા તૈયાર થાય એટલું જ નહિ શારીરિક અને માનસિક સ્તર પર સ્વસ્થ કેમ રહે તેની કેળવણી, આહાર, વિહાર, આચાર, વિચાર બધા જ વિષયો પર સમજૂતી આપી બાળકોએ ભવિષ્યમાં સમાજ ઘડતર કેમ કરવું તેની સલાહ આપી હતી. કારણકે આજના બાળકો ભવિષ્યના દેશના સુકાની બનવાના છે. સર્વેે ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને સર્વે વિદ્યાર્થીઓનો યોગ સત્રમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
------

Comments