Trending News
સ્થાનિક સમાચાર

દુધઈ પોલીસ દ્વારા બાળકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ અપાઈ 

07 August


ગાંધીધામ - કચ્છઉદય : દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા નવાગામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શાળાના આશરે ૪૮૯ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ હાજર રહેલ હતા. કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો જેમ કે, વાહનમાં હેલ્મેટ / સીટબેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, પાર્કિંગના નિયમોનું પાલન કરવું, આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવી, વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય ડીજીટલ એપ્લીકેશનમાં રાખવા, રાહવીર યોજના વગેરે નિયમોથી અવગત કરવાની કામગીરી કરવામાં આવેલ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા બાબતે શપથ લેવામાં આવ્યા હતા. સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા નવાગામ સરપંચ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 
-----

 

Comments

COMMENT / REPLY FROM