Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં તિરંગાયાત્રા અંગે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

07 August


ગાંધીધામ - કચ્છઉદય : આગામી પંદર ઓગષ્ટને અનુલક્ષીને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ભવ્ય તિરંગા માટે રાપર ધારાસભ્યના કાર્યાલય ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં રાપરમા આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ સાથે બે કિલો મીટરની તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ સુચન આગેવાનોએ રજુ કર્યા હતા. તિરંગા યાત્રામાં વહિવટી તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત તથા વિવિધ સંસ્થાઓ અને સંગઠનો જોડાશે. શહેરને સુશોભિત કરવામા આવશે. રાપરના ઈતિહાસમા પ્રથમ વખત ભવ્ય તિરંગા યાત્રા થઈ રહી છે, ત્યારે લોકોમા આનંદની લાગણી ફેલાઈ છે. 
બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી ઉમેશભાઈ સોની, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ભિખુભા સોઢા, વિનુભાઈ થાનકી, ઉમેશ સોની, હમીરજી સોઢા, કાનજીભાઈ આહિર, મહાવીરસિંહ જાડેજા, ડાયાલાલ રાઠોડ, ડોલરભાઈ ગોર, મહેન્દ્રસિંહ વાઘેલા, મદુભા વાઘેલા, કમલસિંહ સોઢા, નર્મદાબેન સોલંકી, અલ્પાબેન ગોસ્વામી, સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, સરપંચો, ઉપસરપંચો તથા વિવિધ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM