એસપીશ્રી પૂર્વ કચ્છ! પુના જેવા કુખ્યાત બુટલેગરો સામે પણ કેમ ન કરાય ‘સાફેમા’ તળે લાલઆંખ?
NDPS ની જેમ પ્રોહીબીશનના નેટવર્ક પર પ્રહાર કેમ નહીં?
પુના સામે ૩૦થી વધુ પ્રોહીબીશનના ગુના અને હાલમાં મર્ડરના કેસમાં વોન્ટેડઃ જો NDPS એક્ટ હેઠળ પિન્ટુ યાદવ જેવાઓની સંપત્તિ ટાંચમાં લઈ શકાતી હોય, તો આવા રીઢા બુટલેગરોની ગેરકાયદે મિલકત જપ્તીની કાર્યવાહી કેમ નહીં?
ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા તાજેતરમાં જ એનડીપીએસ એકટ હેઠળ જેની સામે ચારથી વધુ મોટા ગુના નોધાયેલા છે તેવા મુળ બિહારના અને અંજારના વરસામેડીમાં રહેતા પિન્ટુ યાદવની સામે સાફેમા તળે લાલઆંખ ભરી કાર્યવાહી કરી દેખાડી છે. અને આ શખ્સની મિલ્કતો ટાંચમાં લઈ લેવામાં આવી છે. મકાન, વાહનો સહિતનાઓ પર તવાઈ બોલાવાઈ છે અને આ પ્રકારની કડક કાર્યવાહીથી ડ્રગ્સ પેડલર્સમાં પણ ચોકકસથી કડક સંદેશ વહેતો થવાની સાથે જ ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. દરમ્યાન જ સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે,જો એનડીપીએસ એકટ હેઠળ આવી કાર્યવાહી થવા પામતી હોય તો પછી કચ્છનો વોન્ટેડ કુખ્યાત બુટલેગર પુનાની સામે કેમ સાફેમા તળે લાલઆંખભરી કાર્યવાહી ન થાય?પૂર્વ કચ્છ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કાયદાના છિદ્રોનો લાભ ઉઠાવી ગુનાખોરી આચરતા તત્વો સામે હજુ પણ કડક ઉદાહરણરૂપ કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વો અને બુટલેગરો પર લગામ કસવા માટે પોલીસ સપાટો બોલાવી રહી છે ત્યારે સામાન્ય જનતા અને તટસ્થ વર્ગમાં એક જ સવાલ
પૂછાઈ રહ્યો છે કે— એસપીશ્રી પૂર્વ કચ્છ, પુના જેવા રીઢા અને કુખ્યાત બુટલેગરો સામે ‘સાફેમા’ કે મિલકત જપ્તી જેવા કડક કાયદા હેઠળ લાલઆંખ કેમ કરવામાં આવતી નથી?મળતી વિગતો મુજબ, પુના નામના આ કુખ્યાત બુટલેગર સામે અત્યાર સુધીમાં ૩૦થી પણ વધુ પ્રોહીબીશન (દારૂબંધી)ના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, હાલમાં તે હત્યા (મર્ડર) જેવા ગંભીર ગુનામાં પણ નાસતો-ભાગતો (વોન્ટેડ) આરોપી છે.
કાયદાની કલમો અને કેસોનો આંકડો સતત વધતો રહે છે, છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓથી ઊભી કરાયેલી મિલકતો અકબંધ રહે છે.NDPS ની જેમ પ્રોહીબીશનના નેટવર્ક પર પ્રહાર કેમ નહીં?સામાન્ય રીતે નાર્કોટિક્સ એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં ડ્રગ્સ માફિયાઓ કે તસ્કરોની ગેરકાયદે મિલકતો ‘સાફેમા’ (SAFEMA - દારૂ/ડ્રગ્સ કે ગેરકાયદે કમાણીમાંથી બનાવેલી મિલકત જપ્તીનો કાયદો) હેઠળ ટાંચમાં લેવામાં આવે છે કે સીલ કરવામાં આવે છે. તો પછી ૩૦-૩૦ કેસો ધરાવતા અને હત્યા જેવા ગુનામાં વોન્ટેડ એવા બુટલેગર સામે આ જ પ્રકારની આકરી કાર્યવાહી કેમ અટકાવી દેવામાં આવે છે?ગુનાખોરી કરીને કરોડો રૂપિયાની કાળી કમાણી ઊભી કરનારા આવા બુટલેગરોને માત્ર જેલ ભેગા કરવાથી કે ચોપડે કેસ નોંધવાથી તેમની આર્થિક તાકાત તૂટતી નથી. જો પૂર્વ કચ્છ પોલીસ ખરેખર અસામાજિક તત્વોનું માયાજાળ અને આર્થિક સામ્રાજ્ય નેસ્તનાબૂદ કરવા માંગતી હોય, તો આવા રીઢા ગુનેગારોની ગેરકાયદે મિલકતો જપ્ત કરીને દાખલો બેસાડવો અત્યંત જરૂરી બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે પૂર્વ કચ્છ પોલીસ વડા આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી કાગળ પરની કાર્યવાહી જ ચાલુ રહેશે?
.....................
ડીટેકશનમાં ગુજરાતમાં પૂર્વ કચ્છ પોલીસ છે નંબર વન :
ગાંધીધામ ચેમ્બરે પણ એસપીની લેવી જોઈએ ખાસ નોધ
ટીમ્બર-લાકડાના વેપારીના પુત્રના મર્ડરની ઘટના તો ઉકેલી શકાય તેમ જ નહોતી, કયાંય કોઈ પુરાવાઓ જ ન રખાયા હોય તેમ ઘટનાને અંજામ અપાયોહતો, છતા એસપી સાગર બાગમારની ટીમે તે વખતે આ જટીલ ગુનાને પણ ઉકેલી પ્રજાનો વિશ્વાસ કાયમ કરી લધી હતો
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે એસપી સાગર બાગમરનું કરવું જોઈએ વિશિષ્ટ સન્માન
ગાંધીધામ : પૂર્વ્ કચ્છ એસપી સાગર બાગમારની એક સૌથી મોટી સિદ્ધી અને વાત કહીએ તો તેમનું ગુનાઓના ઉકેલ ડીટેકશન રેટ ખુબજ સારો છે. ગંભીરમાં ગંભીર ગુનાઓના ઉકેલ તેઓ ગણતરીના સમયમાં કરતા રહ્યા છે. તેમાં પણ કેટલાક ગુનાઓ તો ઉકેલી શકાય એવા જ ન હોતા, તેમ છતા પણ સાગર બાગમારની કેાઠાસુજથી તેના ગુનેગારોને પણ તેમના અંજામ સુધી પહોચાડવામ આવ્યા હતા. પૂર્વ્ કચ્છ અત્યારે રાજયભરમાં ડીટેકશનમાં નંબર વન કહી શકાય અને તેની પણ નોધ લેવી જ જોઈએ. આ માટે એસપીની ટીમને અભિનંદન આપવા જ ઘટે.ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પણ તેની નોધ લેવી જોઈએ અને એસપીશ્રીનું આ માટે માન-સન્માન વિશિષ્ટ બહુમાન કરવું જોઈએ. કારણ કે જે ટીમે સારામાં સારી કામગીરી સંકુલમાં કાયદો વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે કરી દેખાડી છે. ગુનેગારોને ટીમ સાગરબાગમારે ધોડા દીવસે તારા દેખાડી દીધા છે. કઈક ચમરબંધી મોટા ગુનેગારોને જેલના સળીયા ગણતા કરી દીધા છે.

Comments