માધાપર લોહાણા મહાજનની વર્ષ ૨૦૨૬ થી ૨૯ માટે નવી કારોબારીની રચના
માધાપર - કચ્છઉદય : માધાપર ખાતે માધાપર લોહાણા મહાજનની સામાન્ય સભા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સભામાં મહાજનના બંધારણ મુજબ વર્ષ ૨૦૨૬-૨૯ના કાર્યકાળ માટે નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠકમાં સર્વાનુમતે નવી કારોબારી અને વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
નવી કારોબારીમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ મજેઠીયા, વરિષ્ઠ ઉપપ્રમુખ કપિલભાઈ દૈયા, ઉપપ્રમુખ જીગરભાઈ રાજદે અને નીતિનભાઈ ભીંડે, મંત્રી રોહિતભાઈ જોબનપુત્રા, સહમંત્રી રાજેશ આથા અને રાજેશભાઈ ભીંડે, ખજાનચી હાર્દિકભાઈ ભીંડે, સંગઠનમંત્રી કનુભાઈ મીરાણી, સહખજાનચી સતીષભાઈ મીરાણી, કાર્યાલય મંત્રી ધીરજભાઈ ઠક્કર, ઉત્સવ સમિતિના ચેરમેન નરેશ દાવડા, આરોગ્ય સમિતિના ચેરમેન મેહુલ રાયકુંડલ, શિક્ષણ સમિતિના ચેરમેન નીતિનભાઈ ચોથાણી, જલારામ સેવા સમિતિના ચેરમેન નીતિનભાઈ ઠક્કર, જલારામ પાર્ટી પ્લોટના ચેરમેન કિરણભાઈ કોટક, યુવક મંડળ પ્રમુખ શિવમ ઠક્કર તથા મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રાની વરણી કરવામાં આવી હતી. પસંદગી સમિતિમાં દિલીપભાઈ ભીંડે, નટવરલાલ રાયકુંડલ, પ્રિતમભાઈ સાયતા, પ્રહલાદભાઈ ભીંડે, ઘનશ્યામભાઈ ચોથાણી, મણિલાલભાઈ ઠક્કર અને મનોજભાઈ ઠક્કરે સભ્ય તરીકે સેવા આપી હતી. જ્યારે સમગ્ર નિમણૂક પ્રક્રિયાના અધિકારી તરીકે જીગરભાઈ ઠક્કરે સફળતાપૂર્વક કામગીરી સંભાળી હતી.
પ્રસંગે વિદાય લેતા પ્રમુખ મનોજભાઈ ઠક્કરે પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં પણ મહાજનની સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી અધૂરાં વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. વિદાય લેતા યુવક મંડળ પ્રમુખ યગ્નેશ રાયકુંડલે પણ સમગ્ર મહાજનનો આભાર વ્યક્ત કરી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ મજેઠીયાએ મહાજનની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આગામી કાર્યકાળ દરમિયાન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ આયોજન સાથે લોકોપયોગી કાર્યો હાથ ધરવામાં આવશે. ઉપરાંત જલારામ પાર્ટી પ્લોટના સર્વાંગી વિકાસ માટે પણ આયોજિત પ્રયાસો કરવામાં આવશે.
મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રા તથા યુવક મંડળ પ્રમુખ શિવમભાઈ રાજદે એ મહિલાઓ અને યુવાઓને મહાજનની સેવાકીય પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રીતે જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાજનના વરિષ્ઠ આગેવાનો પૂર્વ પ્રમુખ જયસુખભાઈ રાજદે,નરેન્દ્રભાઈ મીરાણી, દિનેશભાઈ ઠક્કર અને ભરતભાઈ ભીંડે ,દિનેશભાઈ રાજદે ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી તેમજ માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગનું સંચાલન કાર્યકારી મંત્રી કપિલભાઈ દૈયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ નરેશ દાવડા એ કરી હતી.
-------------------

Comments