Trending News
સ્થાનિક સમાચાર

આશાપુરા વિદ્યા સંકુલ ખાતે મહિલા અને સાયર ક્રાઈમ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

06 August



ભુજ - કચ્છઉદય : આશાપુરા વિદ્યા સંકુલ ખાતે માત્ર બાલિકાઓ માટે મહિલા જાગૃતિ અને સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શી ટીમના ઇન્ચાર્જ એએસઆઈ શીતલબેન તેમજ પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બંને મહેમાનોનું શાલ ઓઢાડી તથા માતાજીની સ્મૃતિચિહ્નરૂપ છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. 
ત્યારબાદ તેમણે વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા, સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ તેમજ ગુડ ટચ - બેડ ટચ અંગે વિસ્તૃત અને સરળ સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસપૂર્વક પોતાની સુરક્ષા માટે જાગૃત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ ઘટના અંગે તાત્કાલિક વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા પોલીસનો સંપર્ક કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં આશાપુરા વિદ્યા સંકુલના અંગ્રેજી હાઈસ્કૂલ વિભાગના પ્રિન્સિપાલ નેહાબેન ગોર, પ્રાથમિક ગુજરાતી અને અંગ્રેજી વિભાગના પ્રિન્સિપાલ હર્ષાબેન જોશી, વંદના પરમાર તેમજ ક્લાર્ક વિભાગના હેડ સમૃદ્ધિબેન વોરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અને સાયબર ગુનાઓ પ્રત્યે હંમેશા જાગૃત અને સાવચેત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------

Comments

COMMENT / REPLY FROM