Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છ એસપીની નશાના કારોબારીઓ સામે વધુ એક લાલઆંખ : સાફેમા તળે મિલ્કત જપ્ત

06 August

એનડીપીએસ એકટ હેઠળ રાજયમાં મિલ્કત જપ્તી નો કચ્છમાં પ્રથમ બનાવ



રૂપીયા રર.૩૧ લાખથી વધુની મીલક્ત કરાઈ જપ્ત : ડ્રગ્સ-નશાના કાળા કારોબારી ઓમાં ફેલાયો વ્યાપક ફફડાટ


ગાંધીધામ : ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ મહાનિર્દેશક તરફથી ડ્રગ્સ તથા માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની મળેલી સૂચના અન્વયે, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે નશાના વેપારમાંથી ગેરકાયદેસર કમાણી કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાની ઐતિહાસિક કાર્યવાહી કરી છે.નશાની કમાણીમાંથી બનાવેલી મિલકત જપ્ત કરવા દરખાસ્ત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ગુનાના આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ (મૂળ બિહાર, હાલે રહે. ગાંધીધામ, કસ્ટડી હેઠળ ગળપાદર જેલ) સામે એસ.ઓ.જી. દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીએ માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીમાંથી ઉભી કરેલી ગેરકાયદેસર આવકમાંથી પોતાના તેમજ પરિવારના નામે કરોડો/લાખો રૂપિયાની મિલકતો વસાવી હતી.આ અંગે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા SAFEMA/NDPSA  (મુંબઈ) ની ‘કોમ્પેટેન્ટ ઓથોરીટી’ સમક્ષ કલમ ૬૮(એચ) મુજબ મિલકત સીઝ કરવા દરખાસ્ત મોકલવામાં આવી હતી.મુંબઈ કોમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જપ્તીનો આદેશ સુનાવણી દરમિયાન આરોપી મિલકત કાયદેસરની આવકમાંથી વસાવવામાં આવી હોવાનું સાબિત કરી શક્યો નહોતો. પૂર્વ કચ્છ પોલીસે મજબૂત પક્ષ રજૂ કરતા, COMPETENT AUTHORITY SAFEMA/NDPSA (મુંબઈ) દ્વારા તારીખ ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ NDPS ACT ની કલમ ૬૮-આઈ અને ૬૮-યુ મુજબ આરોપીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેનાથી નશાના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.  છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યના કોઈ પોલીસ યુનિટ દ્વારા એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગેરકાયદેસર મિલકત જપ્ત કરવાની આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તેવી આ સૌપ્રથમ કામગીરી છે.આ મોટો સપાટો પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તત્કાલીન એસ.ઓ.જી. પી.આઈ. ડી.ડી. ઝાલા, પી.આઈ. બી.વી. બોરીસાગર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે.



......................

આરોપીની જપ્ત થયેલી મિલકતોની વિગત (કિંમત સાથે)

(A) સ્થાવર મિલકત :  * મિલકતની વિગતઃ ગુજરાત રાજ્યના કચ્છ-ભુજ જિલ્લાના અંજાર તાલુકાના વર્ષામેડી સીમના રેવન્યુ સર્વે નંબર ૫૪૭ વાળી જમીનમાં આવેલ રહેણાક મકાન નંબર ૬૩ (ક્ષેત્રફળઃ ૫૪.૩૩ ચો.મી. / ૬૫.૦૧ ચો.વાર).  * કોના નામે છેઃ ઉષાદેવી વા/ઓ પિન્ટુ યાદવ (આરોપીની પત્ની)  * અંદાજીત કિંમતઃ  ૧૫,૦૦,૦૦૦/-
(B) જંગમ મિલકત (વાહનો)ઃ  મોટર કાર :  * રજી. નંઃ GJ 12 EE 2331      * ચેસીસ નંઃ MEERBC005L2037475 એન્જિન નંઃ B4DA417E009976     * નામેઃ 
પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ    * અંદાજીત કિંમતઃ  ૬,૨૫,૦૦૦/-   મોટર સાઇકલ :
* રજી. નંઃ  GJ 12 DQ 7040 * ચેસીસ નં : MBLJFN046KGA04389  એન્જિન નંઃ JF17EJKGA08396   * નામેઃ પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ * અંદાજીત કિંમતઃ  ૫૪,૦૦૦/-    સ્કૂટર :   * રજી. નંઃ GJ 12 DC 8923     * ચેસીસ નંઃ ME4JF509LG7023856  એન્જિન નંઃ JF50E76023787 નામેઃ પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ  * અંદાજીત કિંમતઃ  ૫૨,૦૦૦/-કુલ જપ્ત મિલકતની કિંમતઃ  ૨૨,૩૧,૦૦૦/- (રૂપિયા બાવીસ લાખ એકત્રીસ હજાર પૂરા) 
(નોંધઃ SAFEMA/NDPSA, મુંબઈની સક્ષમ ઓથોરિટી દ્વારા NDPS ACT 68-I તથા 68-U  મુજબ તારીખ ૦૩/૦૮/૨૦૨૬ના રોજ આ સ્થાવર તથા જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.)

.................

નશાના કારોબારને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ : સાગર બાગમાર’

ગાંધીધામ : રાજ્ય સરકારના ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિગમને સાકાર કરવા પૂર્વ કચ્છ પોલીસ સદાય સજ્જ છે. ડ્રગ્સના કારોબારને જડમૂળથી ડામી દેવાના ભાગરૂપે પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારે  (સાફેમા) કાયદા હેઠળ હાથ ધરાયેલી આકરા પગલાંની માહિતી આપી હતી.એસપીશ્રી સાગર બાગમારે જણાવ્યું હતું કે, નશાના કાળા કારોબારમાં જોડાયેલા પેડલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. NDPS એક્ટની જોગવાઈ મુજબ, ડ્રગ્સની બદીમાંથી ગેરકાયદેસર રીતે કમાઈને વસાવેલી સ્થાવર કે જંગમ મિલકતો સામે પોલીસ દ્વારા ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.આ ઝુંબેશ અંતર્ગત, મૂળ બિહારના અને હાલ અંજારના વરસામેડી ખાતે રહેતા એક રીઢા ડ્રગ્સ પેડલર સામે SAFEMA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ આરોપી સામે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૫ દરમિયાન NDPS એક્ટ હેઠળ કૂલ ૪ ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં આ આરોપી ગળપાદર જેલમાં બંધ છે. નશાના કારોબારમાંથી ઊભી કરાયેલી તેની તમામ મિલકતો જપ્ત કરવા પોલીસ દ્વારા કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM