ભચાઉમાં તીનપત્તીના જુગારધામ પર પોલીસનો દરોડોઃ ૬ શખ્સો ઝબ્બે
રૂા. ૧૨,૧૧૦ની રોકડ અને ૩ મોબાઈલ મળી કુલ રૂા. ૨૭,૧૧૦નો મુદ્દામાલ કબજે કરતી ભચાઉ પોલીસ
ભચાઉ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત ભચાઉ પોલીસે મોટી સફળતા મેળવી છે. ભચાઉ ટાઉન વિસ્તારના કોલીયાસરીમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા તીનપત્તીના હાર-જીતના જુગાર પર પોલીસે અચાનક દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ તેમજ ભચાઉ પોલીસ ઇન્સપેક્ટરની સૂચનાથી પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભચાઉના કોલીયાસરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા શખ્સો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
.........................
ઝડપાયેલા આરોપીઓ
રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત (ઉ.વ. ૪૫, ધંધોઃ ડ્રાઈવિંગ, રહે. ભવાનીપુર, ભચાઉ), હાજીભાઈ મુસાભાઈ ઘાંચી (ઉ.વ. ૫૦, ધંધોઃ મજૂરી, રહે. ભવાનીપુર, ભચાઉ), સબીર અલીમામદ લંઘા (ઉ.વ. ૨૯, ધંધોઃ મજૂરી, રહે. ભવાનીપુર, ભચાઉ), ધીરજભાઈ ધનાભાઈ કોલી (ઉ.વ. ૩૫, ધંધોઃ મજૂરી, રહે. કોલીયાસરી, ભચાઉ), પંકજભાઈ સુરતરામ રાજપુત (ઉ.વ. ૨૬, ધંધોઃ મજૂરી, મૂળ રહે. ગીતોર, તા. મેગાવ, જી. ભિંડ-સ્ઁ, હાલે રહે. શેરી નં. ૭, કોલીયાસરી, ભચાઉ), નરોતમ ગજરાજ માવર (ઉ.વ. ૨૯, ધંધોઃ મજૂરી, મૂળ રહે. ગીતોર, તા. મેગાવ, જી. ભિંડ-સ્ઁ, હાલે રહે. શેરી નં. ૭, કોલીયાસરી, ભચાઉ)
..............
કબજે કરાયેલ મુદ્દામાલ
રોકડા રૂપિયા રૂ. ૧૨,૧૧૦, મોબાઈલ ફોન (નંગ-૦૩)ઃ રૂ. ૧૫,૦૦૦, કુલ મુદ્દામાલ કિંમતઃ રૂ. ૨૭,૧૧૦. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧૨,૧૧૦ તથા રૂા. ૧૫,૦૦૦ની કિંમતના ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૭,૧૧૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments