Trending News
સ્થાનિક સમાચાર

અંજારને રાજય સરકારની મોટી વિકાસ ભેટ : ટીપી સ્કીમ નં. ૩ને સુધારા સાથે લીલીઝંડી

06 August



શહેરી વિકાસને મળશે નવી દિશા


ગાંધીનગરઃ રાજ્ય સરકારે અંજાર વિસ્તારના આયોજનબદ્ધ શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા રજૂ કરાયેલી ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૩ (અંજાર) (પ્રથમ સુધારો)’ની પ્રાથમિક યોજનાને મંજૂરી આપી દીધી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ હેઠળ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.નિયુક્ત ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રાથમિક યોજનાની કાયદાકીય જોગવાઈઓ મુજબ સમીક્ષા કર્યા બાદ સરકારે જરૂરી આંકડાકીય અને તકનીકી સુધારાઓ સાથે તેને લીલી ઝંડી આપી છે. આ યોજના હેઠળ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ અને રી-ડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નાગરિકોના અભ્યાસ માટે આ યોજના અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી ખાતે કામકાજના દિવસોમાં નિરીક્ષણ માટે ઉપલબ્ધ રાખવામાં આવશે.જાહેરનામા સાથે જોડાયેલી અનુસૂચિમાં કેટલાક તકનિકી ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં રી-ડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટમાં શબ્દો અને આંકડાઓમાં સુધારા તેમજ યોજનાના 
ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ માં જરૂરી ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.“  રાજ્ય સરકારના આ નિર્ણયથી અંજાર વિસ્તારમાં સુનિયોજિત શહેરી વિકાસ, જમીનના અસરકારક સુવ્યવસ્થિત શહેરી વિકાસ અને ભાવિ માળખાકીય વિકાસ કાર્યોને વધુ ગતિ મળવાની 
અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



..............................

*સુનિયોજિત શહેરી વિકાસઃ આડેધડ બાંધકામ અને દબાણો અટકશે તથા શહેરનો સુવ્યવસ્થિત રોડ-મેપ તૈયાર થશે. ઼*માળખાકીય સુવિધાઓમાં વધારોઃ રસ્તાઓ, ગટર, 
પાણી, અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સવલતોનો ઝડપી વિકાસ થશે. *જમીનનો યોગ્ય ઉપયોગઃ રી-ડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટના સુધારાથી જમીનનો અસરકારક અને મહત્તમ ઉપયોગ શક્ય બનશે. *઼જાહેર સુવિધાઓ માટે જગ્યાઃ શાળા, બગીચા, અને આરોગ્ય કેન્દ્રો જેવી નાગરિક સુવિધાઓ માટે પૂરતી જમીન ઉપલબ્ધ થશે. *રિયલ એસ્ટેટ અને ઈન્વેસ્ટમેન્ટઃ સ્પષ્ટ નિયમો અને મંજૂરીઓને કારણે વિસ્તારમાં કાયદેસર બાંધકામ અને રોકાણને પ્રોત્સાહન મળશે. ઼

Comments

COMMENT / REPLY FROM