કંડલા પોર્ટ પર DRIનો ધમાકો : હવે સ્મગલિંગ સિન્ડિકેટનો પણ કરો પર્દાફાશ
પાકિસ્તાનથી દુબઈ વાયા ભારતમાં ઘૂસાડાતો પ્રતિબંધિત માલ જપ્ત! : ૩૬૪ મેટ્રિક ટન સુકા મેવાનો જંગી જથ્થો પકડાયોઃ ૧૩ કન્ટેનર સાથે દુબઈમાં કન્ટેનર બદલી ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ છુપાવી ભારતીય એજન્સીઓની આંખમાં ધૂળ નાખવાનો નિષ્ફળ પ્રયાસ
ગાંધીધામ/કંડલાઃ ભારતની પ્રીમિયર એન્ટિ-સ્મગલિંગ એજન્સી ‘ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ‘ એ કંડલા બંદર ખાતે એક મોટી સફળ કામગીરી પાર પાડીને પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડવામાં આવી રહેલો રૂ. ૩ કરોડ (KES ૪૬.૫ મિલિયન) ની કિંમતનો પ્રતિબંધિત માલ જપ્ત કર્યો છે. દુબઈના રસ્તે રચેલા એક અત્યંત ષડયંત્રકારી દરિયાઈ નેટવર્કનો પર્દાફાશ કરીને DRIએ પાકિસ્તાની સામગ્રી પરના આયાત પ્રતિબંધોનો ભંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ગુપ્ત અને સચોટ બાતમીના આધારે DRI ના અધિકારીઓએ કંડલા પોર્ટ પર ઉતારવામાં આવેલા ૧૩ જેટલા શિપિંગ કન્ટેનરોને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. આ કન્ટેનરોમાં કુલ ૩૬૪ મેટ્રિક ટન જેટલો છુહારા (સુકા ખજૂર/તારીખ) નો જંગી જથ્થો ભરેલો હતો.સચોટ અને ગુપ્ત બાતમીના આધારે DRI ના અધિકારીઓએ ગુજરાતના વિશાળ કંડલા બંદર પર આવી પહોંચેલા કન્ટેનરોને અલગ તારવીને તપાસ હાથ ધરી હતી. ઓફિશિયલ શિપિંગ મેનિફેસ્ટ અને આયાતના દસ્તાવેજોમાં આ માલ સંયુક્ત આરબ અમીરાત નો કૃષિ પાક હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું હતું.જોકે, તપાસકર્તાઓની ફોરેન્સિક સપ્લાય-ચેઈન તપાસમાં સામે આવ્યું હતું કે આ પાક મૂળ પાકિસ્તાનમાં વવાયો હતો અને ત્યાંથી જ લોડ થયો હતો. પાકિસ્તાની ટેગ ભૂંસવા માટે સ્મગલરોએ જહાજને પહેલાં દુબઈ મોકલ્યું, જ્યાં જૂના કન્ટેનરમાંથી માલ કાઢીને તદ્દન નવા શિપિંગ કન્ટેનરોમાં ટ્રાન્સફર કરાયો હતો અને ત્યારબાદ અરબી સમુદ્ર મારફતે ભારતીય સીમામાં મોકલવામાં આવ્યો હતો.નાણા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આયાતકારોએ રાષ્ટ્રીય સુરક્ષા અને વેપાર પ્રતિબંધોને ઓવરટેક કરવા માટે માલના મૂળ દેશ (Country of Origin) ની ખોટી વિગતો દર્શાવી હતી. કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની કડક જોગવાઈઓ હેઠળ તમામ ૩૬૪ મેટ્રિક ટનનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.કંડલા બંદરની આ કામગીરી સાબિત કરે છે કે હવે સ્મગલરો માત્ર ભૌતિક રીતે માલ છુપાવવાને બદલે કાગળો અને દેશોના નામોની હેરાફેરી કરવાનો માર્ગ અપનાવી રહ્યા છે. દુબઈ લોજિસ્ટિક્સ હબ મારફતે થતી આ રમતને ઝડપી પાડીને DRI એ કાળાબજારીયાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે માત્ર રૂટ બદલી નાખવાથી તેઓ બચી શકશે નહીં. કંડલા બંદર પર આ માલ આયાત કરવામા આવ્યો હતો ત્યારે હવે તપાસ થવી જોઈએ કે સ્થાનીકની કઈ કઈ કડી આ પ્રકરણમાં સંડોવાયેલ છે. સીએચએ તરીકે કોણ હતુ? આયાતકાર કરનારાઓ કોણ છે? તેઓએ કંડલામાં પ્રથમ જ વખત આ રીતે આયાત કરાઈ હતી કે અગાઉ પણ કરવામાઆવી છે? તે સહિતની તપાસ હાથ ધરાય તે જરૂરી છે.
..........
પવનના જોકાની જેમ ખજુર પ્રકરણમાં સપડાયો કોણ?
ખજુરકાંડમાં DRI નો સપાટો : ગાંધીધામમાંથી નામીચા શખ્સને ઉઠાવ્યો? ટૂંકમાં વધુ ઘટસ્ફોટ થશે
આજે સવારે જ DRI એ ગાંધીધામના સ્થાનિક શખ્સને તેના ઘરેથી ઉપાડી લીધો?
ગાંધીધામની કઈ પ્રતિષ્ઠીત યુવા સંસ્થાના બની બેઠેલા પ્રમુખનું ખજુર દાણચોરી (મિસડીકલેરેશન) પ્રકરણમાં ઉછળ્યું નામ? વેપારી આલમમાં જામી તરેહ તરેહની ચર્ચા
ગાંધીધામ : ગાંધીધામ અને પૂર્વ કચ્છમાં ચકચાર મચાવનારા ખજુરકાંડમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. DRI ની ટીમે ગાંધીધામમાંથી એક નામીચા શખ્સની અટકાયત કરી હોવાની વિગતો બહાર આવતાં વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ગાંધીધામના આ જાણીતા શખ્સની ધરપકડ અથવા અટકાયત અંગે ડ્ઢઇૈં દ્વારા ટૂંક સમયમાં જ મોટો ઘટસ્ફોટ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ખજૂરના ગેરકાયદેસર કૌભાંડમાં આ શખ્સની ભૂમિકા કેવા પ્રકારની હતી તે અંગે એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આજે સવારે ડ્ઢઇૈંની વિશેષ ટીમે ગાંધીધામના એક સ્થાનિક શખ્સના નિવાસસ્થાને દરોડો પાડીને તેની ઘરેથી જ અટકાયત કરી લીધી હતી. સવાર-સવારમાં જ ડ્ઢઇૈંના આ સપાટાથી સ્થાનિક વેપારી મંડળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શખ્સને ગુપ્ત સ્થળે લઈ જઈને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
..........
ધંધાકીય હરીફાઈમાં મામલો એજન્સી સુધી પહોંચ્યો?
ગાંધીધામઃ ગાંધીધામમાં ચર્ચાના એરણે ચડેલા ખજૂર પ્રકરણમાં એક નવો મોડ આવ્યો છે. ચર્ચાતી વિગતો મુજબ, આ સમગ્ર મામલો માત્ર ગેરરીતિનો જ નથી પરંતુ અંદરોઅંદરની ધંધાકીય હરીફાઈનું પણ પરિણામ હોઈ શકે છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલી તીવ્ર ધંધાકીય ખારબાજી અને સ્પર્ધાના કારણે એકબીજાને પછાડવાની હોડમાં મામલો કેન્દ્રીય તપાસ એજન્સી DRI સુધી પહોંચાડવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ધંધાકીય અદાવતમાં જ આ કૌભાંડની પોલ છતી થઈ હોવાનું વેપારી વર્તુળોમાં બોલાઈ રહ્યું છે.
..........
કાસેઝ સુધી લંબાશે તપાસનો રેલો
આજે જે શખ્સને ઉઠાવ્યો છે તેનું યુનિટ કાસેઝમાં હોવાની ચકચાર
ગાંધીધામઃ ખજૂરના કૌભાંડમાં DRIની તપાસનો રેલો હવે કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન સુધી લંબાય તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. આજે સવારે DRIદ્વારા જે સ્થાનિક શખ્સની અટકાયત કરવામાં આવી છે, તેનું પ્રોસેસિંગ કે ટ્રેડિંગ યુનિટ કાસેઝ વિસ્તારમાં આવેલું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. જો આ વાતમાં સત્યતા હશે તો કાસેઝમાં આવેલી અન્ય શંકાસ્પદ પેઢીઓ અને યુનિટો પણ તપાસની ઝપેટમાં આવી શકે છે, જેને પગલે આવનારા દિવસોમાં કાસેઝના અન્ય વેપારીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે.
.........
CHA ની પણ DRI એ બે દિવસ પહેલાં કરી પૂછતાછ
ખજૂર આયાત-નિકાસ પ્રકરણમાં DRIની તપાસનો ધમધમાટ દિન-પ્રતિદિન વધુ ઝડપી બની રહ્યો છે. આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ એજન્સી દ્વારા કસ્ટમ હાઉસ એજન્ટ પર પણ શિકંજો કસવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં જDRI ની ટીમે એક જાણીતા CHA ની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને આયાત-નિકાસને લગતા મહત્વના દસ્તાવેજો તથા ફાઈલોની ચકાસણી કરી હતી. CHA ની પૂછપરછ બાદ જ આજે સવારે સ્થાનિક શખ્સ સુધી તપાસનો દોર પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે.
.........
દુબઈ રૂટિંગ સ્કીમઃ કેવી રીતે રચાયું ષડયંત્ર?
ગાંધીધામ : શિપિંગ મેનિફેસ્ટ અને આયાતી દસ્તાવેજોમાં આ માલ સંયુક્ત આરબ અમીરાતનો કૃષિ પાક હોવાનું ખોટું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ફિડરલ ઇન્વેસ્ટિગેટર્સ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની ફોરેન્સિક સપ્લાય-ચેઇન તપાસમાં
પર્દાફાશ થયો હતો કે આ સમગ્ર પાક મૂળ પાકિસ્તાનમાં વવાયો અને ત્યાંથી જ લોડ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાની ટેગ હટાવવા માટે સ્મગલરોએ પહેલાં માલને દુબઈ મોકલ્યો હતો. દુબઈ પોર્ટ પર માલને જૂના કન્ટેનરમાંથી કાઢીને સાવ નવા જ શિપિંગ કન્ટેનરોમાં ટ્રાન્સશિપ (રી-પેક) કરવામાં આવ્યો હતો. આ રીતે તેનું ઓરિજિન બદલીને અરબી સમુદ્ર મારફતે ભારતીય સીમામાં ઘૂસાડવાની મોટી ચાલ રમાઈ હતી.
..........

Comments