ગાંધીધામ-મુંદરા કડી ધરાવતા રાજયવ્યાપી વીડીયોગેમ- જુગાર કૌભાંડ માં ૪૦૦ કરોડના માયાજાળનો પર્દાફાશ
એસએમસીને શાબાશ કહેવાય! સ્થાનિક ખાખી તો ઉધમાં જ હતી?
રાજકોટમાં કથિત ૨૫૦થી ?૪૦૦ કરોડના ઓનલાઇન ગેમિંગ અને ગેરકાયદે નાણાકીય નેટવર્કનો ખુલાસો થવાની વકી : SMCની FIR બાદ આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા દાવા : ‘માસ્ટર આઈડી’થી પરિણામ નિયંત્રિત કરી ખેલાડીઓને નુકસાન પહોંચાડ્યાની આશંકા, અનેક શહેરો સુધી ફેલાયેલા નેટવર્કની તપાસ તેજ
ખાટલે મોટી ખોટ : યાંત્રીક-ઓનલઈન ગેમીંગ મારફતે રીતસરનું જુગારધામ ગાંધીધામ સંકુલમાં લાંબા સમયથી ધમધમતુ જ હતુ, સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી સફળ કેસ કરી ગઈ તો પછી કચ્છમાં સરહદી રેન્જની કાર્યરત સાયબર ક્રાઈમ ટીમ અને તેના પીઆઈ શું કરી રહ્યા હતા? કેમ સાયબર ક્રાઈમ પીઆઈ કચ્છ રેન્જને આવા ઓનલાઈન ગેમીંગના સડ્ડા અંગે બાતમી જ ન મળી કે પછી કેમ તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં ન આવી? શું સાયબર ક્રાઈમ ટીમની આવા ઓનલાઈન ગેમીંગના સડ્ડા અટકાવવાની કોઈ જ પ્રાથમિક જવાબદારી નથી બનતી?
ગાંધીધામમાં પણ એક રહેણાંક મકાનમાં ચાલતા આ ઓનલાઈન-યાંત્રીક-મનોરજન વીડીયોગેમના નામે ધમધમતા જુગાર અડ્ડા પર સફળ દરોડો પાડયો હતો, રાજયવ્યાપી કૌભાંડના મુખ્ય સુત્રધારની સાથે સીધી ભાગબટાઈ ધરાવતા એક શખ્સને પણ એસએમસી ઉઠાવી ગઈ હતી, જો કે તે વાત સત્તાવાર ફરીયાદ જાહેર ન થતા ઉભા થયા છે રહસ્યમય તર્કવિતર્કો
ગંધીધામ : ગાંધીધામ-મુંદરા-રાજકોટ-ભવનગર-સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા કથિત ઓનલાઇન ગેમિંગ, યંત્ર આધારિત જુગાર અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કનો પર્દાફાશ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા નોંધવામાં આવેલી હ્લૈંઇ અને ત્યારબાદ હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન આરોપીએ કરેલા કથિત ખુલાસાઓને પગલે સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે.FIR માં રજનીકાંત વલ્લભભાઈ પોકર, સંદીપ રમાકાંત જોષી અને કુશમન દિલાવરખાન બ્લોચ સહિતના શખ્સોનાં નામ સામે આવ્યાં હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન મોબાઇલ ફોન, સિમકાર્ડ, બેંક ખાતાં અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કરીને કથિત ગેમિંગ તથા નાણાકીય નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એજન્સીના દાવા મુજબ, મુખ્ય આરોપી રજનીકાંતે પૂછપરછ દરમિયાન વર્ષ ૨૦૦૧થી વીડિયો ગેમ આધારિત જુગારનો વ્યવસાય શરૂ કર્યો હોવાનું જણાવ્યું છે. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, ગાંધીધામ, મુન્દ્રા, માણાવદર, ગીર-સોમનાથ, બોટાદ અને વ્યારા સહિત અનેક શહેરોમાં આ નેટવર્ક કાર્યરત હોવાનું પણ તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પૂછપરછ દરમિયાન આરોપીએ છેલ્લા અંદાજે ૧૨ વર્ષમાં સમગ્ર ગેમિંગ નેટવર્ક મારફતે ૨૫૦ કરોડથી ૪૦૦ કરોડ સુધીનું ટર્નઓવર થયું હોવાનો કથિત દાવો કર્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ માટે બેંકિંગ રેકોર્ડ, રોકડ વ્યવહારો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અન્ય નાણાકીય દસ્તાવેજોની તપાસ જરૂરી બનશે. આરોપીએ વિવિધ શહેરોમાં ચાલતા યંત્ર આધારિત ગેમિંગ સેન્ટરો, તેમના સંચાલકો અને નેટવર્ક સાથે સંકળાયેલી વ્યક્તિઓ અંગે પણ માહિતી આપી હોવાનું કહેવાય છે. આ વિગતોના આધારે તપાસનો વ્યાપ રાજકોટથી આગળ કચ્છમાં ગાંધીધામ-મુંદરા ઉપરાંત અન્ય જિલ્લાઓ અને શહેરો સુધી વિસ્તરી શકે છે.હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા સોફ્ટવેર ડેવલપર, સર્વર સંચાલન, બેંકિંગ નેટવર્ક, આંગડિયા વ્યવહારો, ગેમિંગ સેન્ટરો અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં વધુ લોકોનાં નામ, બેંક ખાતાં અને કરોડો રૂપિયાના વ્યવહારો અંગે મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ૨૫૦થી ૪૦૦ કરોડના ટર્નઓવર સહિતની વિગતો હાલ તપાસ દરમિયાન થયેલા કથિત દાવાઓ પર આધારિત છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર નેટવર્કનો વાસ્તવિક વ્યાપ અને આરોપોની સત્યતા સ્પષ્ટ થશે.
........................
સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશનથી સંચાલન
ગાંધીધામ : પોલીસ તપાસમાં એવો દાવો સામે આવ્યો છે કે ઓનલાઇન ગેમિંગ માટે ઉપયોગમાં લેવાતું સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશન રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના એક સોફ્ટવેર ડેવલપર પાસે તૈયાર કરાવવામાં આવ્યાં હતાં. સોફ્ટવેર તૈયાર કરવા માટે લાખો રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સર્વર અને મેન્ટેનન્સના નામે દર મહિને મોટી રકમ ચૂકવાતી હોવાની વિગતો પણ તપાસ હેઠળ છે.
...................
‘માસ્ટર આઈડી’થી રમત નિયંત્રિત કરાતી હોવાનો દાવો
ગાંધીધામ : આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો કથિત ‘માસ્ટર આઈડી’ને લઈને થયો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, માસ્ટર આઈડી દ્વારા કયા ખેલાડીએ કયા નંબર પર કેટલી રકમ લગાવી છે તેની સંપૂર્ણ માહિતી સંચાલકોને મળી જતી હતી. ત્યારબાદ જે નંબર પર સૌથી ઓછી રકમ લાગી હોય તેને જેકપોટ તરીકે જાહેર કરીને ખેલાડીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની કબૂલાત આરોપીએ આપી હોવાનું કહેવાય છે. જો તપાસમાં આ દાવો પુરવાર થાય તો રમતનું પરિણામ અગાઉથી નિયંત્રિત કરીને ખેલાડીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ગંભીર બાબત સામે આવી શકે છે. આ પદ્ધતિને કારણે અનેક ખેલાડીઓએ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
...............
રોકડ, આંગડિયા અને બેંક ખાતાંની તપાસ
ગાંધીધામ : સમગ્ર વ્યવસાયમાં મોટા પાયે રોકડ વ્યવહારો, આંગડિયા પેઢીઓ અને વિવિધ વ્યક્તિઓના બેંક ખાતાંનો ઉપયોગ થતો હોવાનો દાવો પણ તપાસમાં સામે આવ્યો છે. કથિત રીતે થતી આવક આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં આવતી નહોતી તેવી શંકાને આધારે નાણાં ક્યાંથી આવ્યાં અને ક્યાં મોકલવામાં આવ્યાં તેની ‘મની ટ્રેલ’ તપાસવામાં આવી રહી છે.તપાસ એજન્સીઓ દ્વારા બેંક ખાતાંમાં થયેલા ટ્રાન્ઝેક્શન, મોબાઇલ નંબર, સિમકાર્ડ, ડિજિટલ વૉલેટ, આંગડિયા વ્યવહારો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ વ્યવહારોમાં સાયબર ફ્રોડ, છેતરપિંડી, કરચોરી, ગેરકાયદેસર નાણાકીય હેરફેર કે અન્ય આર્થિક ગુનાઓના પાસાઓ જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Comments