ભચાઉ અને રાપર તાલુકામાં ઘર સંપર્ક અભિયાન યોજાયું
ભચાઉ - કચ્છઉદય : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, કચ્છ વિભાગ દ્વારા આયોજિત ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભચાઉ અને રાપર તાલુકામાં વિશેષ પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસમાં પ્રાંત કાર્યકારી અધ્યક્ષ શશિકાંત પટેલની સાથે ચેતન ઠક્કર, બાબુ આહિર, કાલુભા જાડેજા, હરિભાઈ કોળી અને નવઘણ કોળી જોડાયા હતા. આ અભિયાન દરમિયાન કંથકોટ ગામના પૂર્વ સરપંચ રાયધણ સંઘાર, વર્તમાન સરપંચ શિવજીભાઇ સંઘાર, સવજીભાઈ પટેલ અને માજી સરપંચ ખેંગારભાઈ સંઘાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આધોઈ ગામમાં કાનજીભાઈ સંઘાર, મહેશ મહારાજ, વાલજીભાઈ પટેલ અને ઈશ્વરભાઈ સંઘાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેવું કાર્યાલય મંત્રી અરવિંદ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.
----------

Comments