દયાપરની મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ત્રણ વર્ષ સુધી ૧૦૦ ટકા પરિણામ લાવવા બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા સન્માનિત કરાયા
ભુજ - કચ્છઉદય : લખપત તાલુકાની મોડલ સ્કૂલ દયાપર દ્રારા વિશેષ સિધ્ધિ હાંસલ કરવામા આવી છે. શાળા લગાતાર છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા પરિણામ હાંસલ કરી રહી છે. શાળાની આ સિધ્ધી બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ જે પ્રથમ, દ્રિતિય તેમજ તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા છે એવા જેપાર નિતીન વાલજીભાઈ, ખોખર રેણુકા દેવજીભાઈ, બલીયા વિમલ અરવિંદ, ફુલ રિઝવાન જીવણજી, ગરવા કોમલ જયંતિભાઈ તેમજ ધોરણ ૧૨માં પ્રથમ, દ્રિતિય તેમજ તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ દાફડા રેખાબેન મુળજીભાઈ, માતંગ દમયંતીબેન સુરેશભાઈ, હેતલબેન કરશનભાઈને સરસ્વતી સન્માન પત્ર આપવામાં આવ્યા હતા
આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાજેશ સોની, ઉપપ્રમુખ જીગર જોષી, લખપત તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહિમભાઈ, કાર્યકારી પ્રમુખ હુસેનભાઈ રાયમા, લખપત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હાસમભાઈ નોતિયાર, કોંગ્રેસ કાર્યકર હસન મેમણ સહિત પત્રકાર દર્શન સોની ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં આચાર્યા હેમલતાબેન અમૃતિયાએ સૌને આવકાર્યા હતા. કાર્યક્રમના અંતે વાલીઓ તેમજ મહેમાનોએ શાળાના વિવિધ ખંડોનું નિરીક્ષણ કર્યું હતું. શાળા સ્ટાફે શાળાની વિવિધ ઉપલબ્ધિઓથી સૌને વાકેફ કર્યા હતા. રાજેશ સોની, ઈબ્રાહિમભાઈ કુંભાર તેમજ હુસેનભાઈ રાયમાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આવનારા દિવસોમાં લખપતની તમામ શાળાઓ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરે એવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
--------

Comments