Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાઈ કરવાના કામનો પ્રારંભ

04 August



મુંદરા - કચ્છઉદય : ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ મુન્દ્રાની દાયકાઓ જૂની બંધ હાલતમાં પડેલ જર્જરિત અને જીવલેણ સાબિત થાય એવી ઇમારતોને ધસવાનું મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા પ્રારંભ થયો છે.
મુન્દ્રા શહેરના કોટ એરિયામાં આવેલ ભાટિયા ચકલા વિસ્તારમા દાયકાઓ જૂની બે જર્જરિત ઇમારતોને તોડવાનો કામ ચાલુ થયો છે. જર્જરિત ઇમારતના ઉપરના ભાગનો મલબો નીચે પડતો જોવા મળ્યો હતો અને જાહેર રોડ પર કાટમાળનો ઢગ ખડકાયો હતો. શહેરના ભાટિયા ચકલા વિસ્તારમાં જર્જરિત ઇમારતોને ધસવાનો ચાલુ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓએ સાવધાની રાખવા નગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે.
ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે જણાવ્યું કે આગામી દિવસોમાં ભાટિયા ચકલા વિસ્તારમાં બીજી ઇમારત પાસેથી જીઈબીની લાઇન પસાર થતી હોવાથી પીજીવીસીએલની મંજૂરી લઈ લાઇટ બંધ કરાવી બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધસવામાં આવશે.
------

Comments

COMMENT / REPLY FROM