Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

04 August


ભુજ - કચ્છઉદય : જિલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક પીસી પીએનડીટી ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષ સ્થાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજવામાં આવી હતી.
આ મિટીંગમાં પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સન રેખાબેન આર.દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, પીએનડીટી એડવાઈઝરી કમિટીના સભ્ય પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પીટલનાના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ, પીડીયાટ્રીશયન ડો.વિશાલ બોસમીયા હાજર રહ્યા હતા. મિટીંગની શરૂઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સૌને આવકાર આપી ગત મિટીંગના મુદ્દાઓના વાંચનથી કરી હતી. આ મિટીંગમાં નવા રજીસ્ટ્રેશન, રીન્યુઅલ રજીસ્ટ્રેશન તરીકે આવેલ અરજી અંગે ચર્ચા કરવામાં આવી. કચ્છ જિલ્લાના સોનોગ્રાફી સેન્ટરોની સમયાંતરે ચકાસણી થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM