Trending News
સ્થાનિક સમાચાર

સુખપરના સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા ઔષધિય રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

04 August



ભુજ - કચ્છઉદય : સરકારી આયુર્વેદ દવાખાના સુખપર તા. ભુજ તરફથી દવાખાનાની આજુબાજુના વિસ્તારના લોકોનેે આશા બહેનો મારફત “એક પેડ માં કે નામ” અંતર્ગત ઔષધીય રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સુખપર દવાખાનાના કેમ્પસ માં સુખપર ગામના સરપંચ અમરબાઈ મનજીભાઈ ગોરસિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે ગામના અગ્રણી મનજીભાઈ ગોરસિયા, મેડીકલ ઓફિસર ડો.પવન મકરાણી ઉપસ્થિત રહ્યા હતા. આશા બહેનો માલતીબેન ગુંસાઈ, જયશ્રીબેન ચાવડા, જ્યોતિબેન ગોસ્વામી, હેમલતાબેનચાવડા દ્વારા નગોડ, લીમડો, તુલસી, લેમન ગ્રાસ, અરડૂસી વગેરે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔષધીય રોપાઓ સરકારી આયુર્વેદ વનસ્પતિ ઉદ્યાન રેલડીના બી.ફાર્મ આસિસ્ટન્ટ નિકુંજભાઈ ત્રિપાઠી દ્વારા વિના મુલ્યે પુરા પાડવામાં આવ્યાં હતા.
------

Comments

COMMENT / REPLY FROM