Trending News
સ્થાનિક સમાચાર

સુખપરના સખી મહિલા મંડળ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવા સાથે માનવતાનો અનોખો સંદેશ

04 August



ભુજ : સમાજસેવા અને માનવસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સુખપરના સખી મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળના વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ બહેનોએ સેવાશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો. મુલાકાત દરમિયાન મહિલા મંડળના બહેનોએ માનસિક દિવ્યાંગો સાથે રાસ રમીને આનંદનો માહોલ સર્જ્‌યો હતો. ઉપરાંત, દિવ્યાંગ ભાઈ-બહેનોને પ્રેમપૂર્વક ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમની સાથે લાગણીસભર ક્ષણો વહેંચવામાં આવી હતી.
આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોના પુનર્વસન, સંભાળ અને સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સખી મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલી આ સેવાભાવી મુલાકાતની પ્રશંસા કરી મંડળના તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમાજમાં સેવા, સંવેદના અને સહભાગિતાની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM