Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાંં સહજાનંદ ગુરૂકુળ - માનકુવાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

04 August



ભુુજ - કચ્છઉદય : સરદાર પટેલ વિદ્યાલય - વાયોર ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં સહજાનંદ ગુરૂકુળ - માનકુવાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને ‘ચેમ્પિયન’ બની હતી તેમજ આર.ડી. વરસાણી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કુસ્તી ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમા શાળાના ૩ વિદ્યાર્થીઓ સુથાર ધર્મદિપ (અંડર-૧૯), સોઢા રવિરાજસિંહ (અંડર-૧૯),ધનાણી કશ્યપ (અંડર-૧૭)માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને હવે કચ્છ જિલ્લાનું રાજય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે તેમજ કુસ્તી ટુર્નામેન્ટમાં જુદી જુદી વયકક્ષામાં ૮ વિદ્યાર્થીઓએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો.આ સિદ્ધિને ગુરૂકુળ સંચાલક સંતો, ટ્રસ્ટીઓ, ડાયરેટકર તેમજ શાળાના આચાર્યે બિરદાવી હતી. રાજય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવા સંતોએ રૂડા આર્શિવાદ પાઠવ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM