જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયનો ગૌરવશાળી દેખાવ
ભુજ - કચ્છઉદય : જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. આ સ્પર્ધામાં શાળાના અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ એજ ગ્રુપના અલગ અલગ ઇવેન્ટ જેવી કે આર્ટિસ્ટિક સિંગલ, ટ્રેડીશનલ, રિધેમિક પેર, આર્ટિકસ પેર આમ કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કળા, એકાગ્રતા અને સતત મહેનતના બળ પર કુલ ૧૪ ગોલ્ડ અને ૫ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની નિષ્ઠા અને તેમને દિવસ-રાત મહેનત કરાવનાર તમામ વ્યાયામ શિક્ષકમિત્રોના માર્ગદર્શનનો વિશેષ ફાળો રહ્યો છે. એ બદલ પ્રમુખ, મંત્રી તેમજ સમગ્ર ટ્રસ્ટીઓ, આચાર્ય અને વ્યવસ્થાપકે વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની આવનારી સ્પર્ધાઓમાં પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
-----

Comments