Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ત્રણ દિવસીય લીડરશિપ બૂટકેમ્પનું કરાયું આયોજન

04 August


ભુજ - કચ્છઉદય : માય ભારત (મેરા યુવા ભારત), યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના સ્વાયત્ત સંસ્થાના ઉપક્રમે ભુજ ખાતે ત્રણ દિવસીય રહેણાંક લીડરશિપ બૂટ કેમ્પ યોજાયો હતો.  કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૩૫ યુવા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્દઘાટન વોર્ડ નં. ૮ના કાઉન્સિલર મનીષાબેન સોલંકી, જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દિવ્યાંશી ગઢવીના હસ્તે કરાયું હતું. બૂટ કેમ્પ દરમિયાન નેતૃત્વ, ટીમવર્ક, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જવાબદારી અંગે તાલીમ આપવામાં આવી હતી. યુવાનોમાં માય ભારતની પ્રવૃત્તિઓ પ્રત્યે વિશેષ રસ જોવા મળ્યો અને સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત - ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM