Trending News
ક્રાઈમ

ગાંધીધામના મહેશ્વરીનગરમાં પોલીસનો દરોડોઃ ૨.૫૭  લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

04 August



ક્રાઇમ-૨ બોર્ડર રેન્જની કાર્યવાહી દરમિયાન રહેણાંક મકાન અને ખુલ્લા પ્લોટમાંથી ૧,૪૦૪ નંગ દારૂ-બીયરનો જથ્થો કબજે : ટીવીએસ જ્યુપીટર પણ જપ્ત

ગાંધીધામ : ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં ક્રાઇમ-૨, બોર્ડર રેન્જ ભુજની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૨ઃ૪૦ કલાકે ૯-બી ચોકડીથી આગળ મહેશ્વરીનગર ખાતે આરોપી વિનોદ બુદ્ધાભાઈ ફફલના રહેણાંક મકાન તેમજ બાજુના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટરો અને બીયરના ટીન મળી કુલ ૧,૪૦૪ નંગ, કિંમત ૨,૨૭,૨૩૨નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.ગુનામાં ઉપયોગમાં લેવાયેલ TVS JUPITER (રજિસ્ટ્રેશન નં. GJ-39-E-4222), અંદાજિત કિંમત ૩૦,૦૦૦, પણ જપ્ત કરવામાં આવ્યું છે. આમ કુલ ૨,૫૭,૨૩૨નો મુદ્દામાલ કબજે કરાયો છે.દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે વિનોદ બુદ્ધાભાઈ ફફલ, એક અજાણ્યા શખ્સ તથા વાહનના માલિક-ચાલક સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) અને ૮૧ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM