સામખિયાળી નજીક પૂર્વ કચ્છ SOGનો સપાટો: બિહાર થી કચ્છ સુધી ગાંજા ના નેટવર્કનો પદાફાશ
સામખિયાળી-આંબલિયારા રોડ પર વોચ ગોઠવી કાર્યવાહી : બે મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.૧૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત, ગાંજાના નેટવર્ક અંગે તપાસ તેજ
રૂ.૧૭.૭૯ લાખના ૩૫.૫૯૦ કિલો ગાંજા સાથે બિહારની મહિલા અને યુવક ઝડપાયા
સામખિયાળી : કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખિયાળી નજીક પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માદક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ૩૫.૫૯૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બિહારની એક મહિલા અને એક યુવકને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ.૧૭,૭૯,૫૦૦ હોવાનું પોલીસે જણાવ્યું છે.બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ SOG ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરને ચોક્કસ બાતમી મળી હતી કે બિહારથી એક મહિલા અને યુવક ગાંજાનો મોટો જથ્થો લઈને સામખિયાળી વિસ્તારમાં આવવાના છે. બાતમીના આધારે SOG ટીમે રાત્રિના સમયે સામખિયાળી-આંબલિયારા રોડ પર નવાગામ તરફ જતા માર્ગે વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મહિલા અને યુવકની તપાસ કરતાં તેમની પાસે રહેલા બે સુટકેસ અને એક થેલામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેને સ્થળ પરથી ઝડપી પાડી ગાંજો કબજે કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં અમના ખાતુન ઉર્ફે ગૌરી, ઉંમર ૪૩, રહે. ગોપી બજાર, વોર્ડ નં.૧૮, પટણા જંક્શન, બિહાર તથા આયુષકુમાર ઉર્ફે શિવમ પવનરાય, ઉંમર ૧૮ વર્ષ અને ૩ મહિના, રહે. બહેરામપુર-રાઘવપુર, વૈશાલી, બિહારનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી ૩૫.૫૯૦ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ.૧૭,૭૯,૫૦૦, બે મોબાઇલ ફોન કિંમત રૂ.૬,૦૦૦ અને રોકડ રૂ.૮,૩૦૦ ઉપરાંત આધારકાર્ડની ઝેરોક્ષ, સ્કૂલ સર્ટિફિકેટ, રેલવે ટિકિટ, બે સુટકેસ તથા એક થેલો મળી કુલ રૂ.૧૭,૯૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૦(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો બિહારમાંથી કોના મારફતે મોકલાયો હતો, કચ્છમાં કોને પહોંચાડવાનો હતો તેમજ આ હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ ર્જીંય્ના ઇન્ચાર્જ PI બી.વી. બોરીસાગર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.3

Comments