અંજાર પોલીસનો અસામાજિક બદી સામે વધુ એક સપાટો
૪.૫૨ લાખથી વધુના પ્રોહીબિશન મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
અંજારઃ પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા અંગે મળેલી સૂચના અનુસાર અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા (હકુમતસિંહ જાડેજા) અને તેમની ટીમે વધુ એક સફળ કામગીરી કરીને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.બલેનો ગાડી અને વાહનો સાથે દારૂનો જથ્થો ઝડપાયોઅંજાર પોલીસની ટીમ અને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ હકીકત મળી હતી કે ગળપાદરનો સચીન વિનોદભાઈ ચૌહાણ પોતાના સાગરીકો સાથે શાંતીધામ બુધવારી ગ્રાઉન્ડમાં પોતાની સફેદ રંગની બલેનો કાર (રજિ. નં. ય્ત્ન-૩૯-ઝ્રઝ્ર-૯૦૧૭)માં વિદેશી દારૂનો જથ્થો રાખી અન્ય વાહનો મારફતે દારૂ સગેવગે કરી રહ્યો છે.આ બાતમીના આધારે અંજાર પોલીસે સ્થળ પર દરોડો પાડીને તપાસ કરતા, બલેનો કારની ડેકીના ભાગે છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો તેમજ બાજુમાં પડેલ બે જ્યુપિટર સ્કૂટર સાથે આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો.આ કામગીરી સરહદી રેન્જ ભુજ આઇજીપી શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર અને ડીવાયએસપી શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ શ્રી એચ.એ. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી છે. અંજાર પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
....................
ઝડપાયેલ આરોપી અને કબ્જે કરાયેલ મુદ્દામાલ
પકડાયેલ આરોપી સચીન વિનોદભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૫, રહે. નવાવાસ, ગળપાદર, તા. ગાંધીધામ), પકડવાના બાકી આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વાઘેલા (રહે. ગામ-કીડીયાનગર, તા. રાપર) તથા તપાસમાં ખુલે તે. કબ્જે કરાયેલ કુલ મુદ્દામાલ (કિંમત ૪,૫૨,૪૧૨), વિદેશી દારૂનો જથ્થો ૪૭,૪૧૨ની કિંમતની વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો, વાહનો ૧ બલેનો કાર (કિંમત ૩,૦૦,૦૦૦) અને ૨ જ્યુપિટર સ્કૂટર (કિંમત ૧,૦૦,૦૦૦), અન્યઃ ૧ મોબાઇલ ફોન (કિંમત ૫,૦૦૦)

Comments