કચ્છમાં ગૌહત્યારા ઓના આકાઓ પર પાસા નો કોરડો કયારે વિંજાશે? ભુજ પાસે કતલખાના ઝડપાતી વખતે આલબેલ...!
પશ્ચીમ કચ્છ એસપી વિકાસ સુંડાની ટીમે ટુંકા સમયમાં બબ્બે કતલખાનાઓ પકડીને ગૌવંશ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને સજાગતાનો પુરાવો આપ્યો છે, હવે નશ્યત કરાતી કડક કાર્યવાહી થાય તે જરૂરી
ડીએસપીશ્રી કડક પગલા લે છે, ગૌહત્યા-કતલખાનાઓની સામે પણ ગંભીર બની કડકાઈથી કાર્યવાહી કરી રહ્યા છે તેમ છતા પણ આવી ઘટનાઓના પુનરાવર્તન હવે અટકે તેવા કડક કાયદાઓની અમલવારી કરાવે તે સમયની માંગ
ગાંધીધામ : પશ્ચિમ કચ્છમાં સુમરાસર અને ત્યારબાદ સીમમાથી ગૌવંશના જથ્થા સાથે ફરીથી વધુ એક ગેરકાયદેસર કતલખાનું પકડી પાડીને પોલીસે ગૌવંશ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને સજાગતાનો પુરાવો આપ્યો છે. એકાદ માસના ટૂંકા ગાળામાં જ ઉપરા
છાપરી આવા કતલખાના ઓનો પર્દાફાશ કરનાર પશ્ચિમ કચ્છ પોલીસ ટીમની સતર્કતા અને ત્વરિત કામગીરી ખરેખર બિરદાવવા યોગ્ય છે. પરંતુ આ સરાહનીય સફળતાની સિક્કાની બીજી બાજુ એ પણ દર્શાવે છે કે, પોલીસની સતત ધાક હોવા છતાં ગૌહત્યારાઓના મનસુબાઓ અને હિંમત હજુ પણ અકબંધ છે. એક સ્થળે રેડ પડે અને મહિનો ન થાય ત્યાં બીજી જગ્યાએ ગૌવંશના કતલનું નેટવર્ક સામે આવે, તે બાબત અત્યંત ચિંતાજનક અને ગંભીર વળાંક તરફ ઈશારો કરે છે.સવાલ એ થાય છે કે માત્ર નાની-મોટી અટકાયતોથી શું આ દૂષણ નાબૂદ થશે? જો આવા ગુનાખોરો અટકતા ન હોય, તો હવે સમય આવી ગયો છે કે પોલીસ અને સ્થાનિક તંત્ર માત્ર સામાન્ય ગુના નોંધીને સંતોષ ન માને, પરંતુ કાયદાની સૌથી કડકમાં કડક જોગવાઈઓનો ઉપયોગ કરી ગૌહત્યારાઓના આકાઓ સુધી પહોંચે.
પોલીસની સતર્કતાથી ચોક્કસપણે કતલખાના પકડાયા છે, પરંતુ મૂળમાંથી આ દૂષણને ડામવા માટે હવે તપાસનો દાયરો માત્ર સ્થળ પર મળેલા આરોપીઓ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. આ કતલખાનાઓ પાછળ કયા આકાઓનો હાથ છે, માસનો પુરવઠો ક્યાં સપ્લાય થતો હતો અને કોના આશ્રય હેઠળ આ ધમધમાટ ચાલતો હતો. તે તમામ પાસાઓ પર ઊંડી તપાસ કરી, કોર્ટ સમક્ષ આકરી કલમો સાથે મજબૂત ચાર્જશીટ રજૂ કરવી એ સમયની માંગ છે. જો ગૌહત્યારાઓ સામે દાખલારૂપ અને આકરી કાનૂની કાર્યવાહી થશે, તો જ સીમાવર્તી કચ્છની પવિત્ર ધરા પર આવા નાપાક મનસુબાઓ ડામી શકાશે.
....................
આ કલમોનો કડક અમલ જ આવા તત્વોમાં ખૌફ પેદા કરી શકે છે
૧ .ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, ૨૦૧૭ : - કલમ
૫ અને ૮ (ગૌહત્યા)ઃ ગુજરાતમાં ગૌહત્યા આચરવી એ આજીવન કેદ (ઓછામાં ઓછી ૧૦ વર્ષથી લઈને આજીવન કેદ) અને રૂ. ૧ લાખથી ૫ લાખ સુધીના દંડની જોગવાઈ ધરાવતો બિનજામીનપાત્ર ગુનો છે. - કલમ ૬-એ અને ૬-બી (ગૌવંશની ગેરકાયદે હેરફેર અને માસનું વેચાણ / સંગ્રહ)ઃ ગૌવંશને કતલના ઈરાદે લઈ જવો કે માસનો સંગ્રહ કરવા બદલ ૭ થી ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂ. ૧ થી ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે. ૨. વાહનો અને મિલકતોની કાયમી જપ્તી : આ કાયદા હેઠળ ગૌવંશ કે માસની હેરાફેરીમાં વપરાયેલાં તમામ વાહનોને કાયમ માટે સરકારહસ્તક જપ્ત કરી લેવાની સ્પષ્ટ જોગવાઈ છે. ગેરકાયદેસર કતલખાના તરીકે વપરાતી મિલકતો અને જગ્યાઓ સામે પણ સીલ કરવાની ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. ૩. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધક અધિનિયમ, ૧૯૬૦ (ઁઝ્રછ છષ્ઠં - કલમ ૧૧)ઃ પશુઓને અમાનવીય અને ક્રૂર રીતે બાંધી રાખવા કે યાતના આપવા બદલ આ ગુનાહિત કલમો ઉમેરવી જરૂરી છે. ૪.ભારતીય ન્યાય સંહિતા અને સંગઠિત ગુનાખોરીઃ જો આવા ગુના વારંવાર આચરવામાં આવતા હોય તો માત્ર એકલ-દોકલ કતલ કરનાર નહીં, પરંતુ તેને આશ્રય આપનાર અને આખી સાંકળ ચલાવનારાઓ સામે પાસા અથવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સંગઠિત ગુનાખોરી)ની કલમો હેઠળ કાર્યવાહી કરી તેમને જેલભેગા કરવા જોઈએ.
.....................
શું ગૌહત્યાની ઘટના ગૌસંવર્ધન અને સંરક્ષણ સાથે નથી જોડાયેલી?
ગૌહત્યાના કતલખાના ઝડપાયા ત્યારે ગાંધીધામમાં
‘ગાયોના નામે ચરી ખાતો આંખલો’ ક્યાં સંતાયો?
ગૌવંશના નામે દબાણો કરવા અને તોડબાજીમાં આગળ રહેતો બની બેઠેલો ગૌભક્ત તંત્રને આવેદન પત્ર આપવા પણ કયાંય કેમ ડોકાતો નથી? આવા સમયે આ બની બેઠલા આંખલાના મોંમાં મગ કેમ ભરાઈ જાય છે? : ખરા સમયે તંત્ર સમક્ષ ધારદાર રજુઆતો કરવામાં આ બની બેઠેલા આંખલાના પેટમાં કેમ તેલ રેડાયું?
ગાંધીધામઃપશ્ચિમ કચ્છમાં સુમરાસર અને તાજેતરમાં પકડાયેલા ગેરકાયદેસર કતલખાનાઓને પગલે સમગ્ર જિલ્લામાં ગૌપ્રેમીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગાંધીધામમાં ગૌવંશ અને ગાયોના નામે પોતે જ મોટા ‘ગૌભક્ત’ હોવાના ડારા-ફડારા મારતો અને ગાયોના નામે ચરી ખાતો ‘આંખલો’ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો છે, તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ઉપરાછાપરી કતલખાનાઓ પકડી પાડવામાં આવ્યા, ત્યારે અસલી ગૌપ્રેમીઓએ આગળ આવીને તંત્રને રજૂઆતો કરી અને દોષિતો સામે આકરી કાર્યવાહીની માગ કરી. પરંતુ ગાંધીધામનો આ ‘બની બેઠેલો આંખલો’ ક્યાંય ખુલીને બહાર આવ્યો નથી! શું કતલખાનામાંથી ગૌવંશને બચાવવો અને ગૌહત્યારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરાવવી એ ગૌસંવર્ધન અને ગૌરક્ષાનો ભાગ નથી? કે પછી જ્યાં વિરોધ નોંધાવવાનો હોય ત્યાં આ આંખલાના મોંમાં મગ ભરાઈ જાય છે? ગાયોના નામે દબાણો અને રસ્તા પરના તોડ!શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ, આ શખ્સ પોતાની અનુકૂળતા મુજબ ગાયોના નામે નકલી ‘ગૌભક્ત’નો ચોળો પહેરી નીકળી પડે છે. ગાયો અને ગૌવંશના નામે જગ્યાઓ પર ગેરકાયદે દબાણો કરવાથી માંડીને અનેક બાબતોમાં તે વિવાદસ્પદ રહ્યો છે. એટલું જ નહીં, રસ્તા પરથી ગૌવંશ ભરીને જતાં વાહનોને રોકી, ડ્રાઈવર-ક્લીનરોને ધમકાવીને ખુદ ‘ગૌરક્ષક’ હોવાના રોફ બતાવી તોડબાજી કરી લેવાના ગંભીર આરોપો પણ પર લાગતા રહ્યા છે.તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં કેમ પેટમાં તેલ રેડાયું?જે શખ્સ વાહનો રોકીને પોતાની રોટલી શેકવામાં હોંશિયાર છે, તે જ શખ્સ આજે કતલખાના પકડાતી વખતે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કે પોલીસ સમક્ષ આવેદનપત્ર આપવા કે અવાજ ઉઠાવવા કેમ આગળ નથી આવતો? આવા બનાવટી ગૌભક્તોના આચરણથી સાચા ગૌપ્રેમીઓમાં ભારે આંતરીક આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગૌમાતાના નામે સ્વાર્થ સાધતા આવા તત્વોનો પણ પર્દાફાશ થાય તે જરૂરી બન્યું છે.

Comments