Trending News
સ્થાનિક સમાચાર

મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને સઘન ચેકીંગ હાથ ધરાયું

03 August


ભુજ - કચ્છઉદય : મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી એ. એમ. મુનિયા અને એસપી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઈવ અનુસંધાને મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને સંઘન ચેકીંગ હાથ ધરાયું હતું, જેમાં મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા છછી લાઇટ હાઉસ, સાંધાણ, સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું અને માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો ઉપર ખાસ નજર રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં દરિયો તોફાની હોવાથી સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી હતી
-----

Comments

COMMENT / REPLY FROM