Trending News
સ્થાનિક સમાચાર

શિણાયની શાળામાં ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો 

03 August


ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ ગાંધીધામ એસ.ઓ.જી.શાખા દ્વારા શ્રી કચ્છ જિલ્લા ડૉ.બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ શિણાય ખાતે નસા મુક્ત અભિયાન અંતર્ગત નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમીનાર યોજવામાં આવેલ જેમાં નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે અને ડ્રગ્સ સેવન કરતા લોકોને કઈ રીતે ઓળખવા, ડ્રગ્સના સેવનથી થતા નુક્શાન, ડ્રગ્સ પેડલરો દ્વારા વિધાર્થીઓને આપવામાં આવતી લાલચ, ખરાબ વ્યક્તિઓ જોડે મિત્રતા તથા ઓનલાઇન ગેમિંગથી અને અન્ય સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતાથી નશાકારક પદાર્થોની અજાણતા કરાવવામાં આવતો સપ્લાય અંગે મહત્વ પૂર્ણ માહિતી આપવામાં આવી અને નશાકારક પદાર્થોના સવન નહીં કરવા અંગે શપથ લેવડાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમ સામાજિક કાર્યકરો આગેવાનો તથા હોસ્ટેલ શિક્ષકો અને વિધાર્થીઓ હાજર રહેલ હતા.
-------

Comments

COMMENT / REPLY FROM